Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104054 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१२ |
Translated Chapter : |
શતક-૧૨ |
Section : | उद्देशक-९ देव | Translated Section : | ઉદ્દેશક-૯ દેવ |
Sutra Number : | 554 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कतिविहा णं भंते! देवा पन्नत्ता? गोयमा! पंचविहा देवा पन्नत्ता, तं जहा–भवियदव्वदेवा, नरदेवा, धम्मदेवा, देवातिदेवा, भावदेवा। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–भवियदव्वदेवा-भवियदव्वदेवा? गोयमा! जे भविए पंचिंदियतिरिक्खजोणिए वा मनुस्से वा देवेसु उववज्जित्तए। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–भवियदव्वदेवा-भवियदव्वदेवा। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–नरदेवा-नरदेवा? गोयमा! जे इमे रायाणो चाउरंतचक्कवट्टी उप्पन्नसमत्तचक्करयणप्पहाणा नवनिहिपइणो समिद्ध-कीसा बत्तीसरायवरसहस्साणु-यातमग्गा सागरवरमेहलाहिवइणो मणुस्सिंदा। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–नरदेवा-नरदेवा। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–धम्मदेवा-धम्मदेवा? गोयमा! जे इमे अणगारा भगवंतो रियासमिया जाव गुत्तबंभयारी। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ धम्मदेवा-धम्मदेवा। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–देवातिदेवा-देवातिदेवा? गोयमा! जे इमे अरहंता भगवंतो उप्पन्ननाण-दंसणधरा अरहा जिणा केवली तीयपच्चुप्पन्न मना-गयवियाणया सव्वण्णू सव्वदरिसो। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–देवातिदेवा-देवातिदेवा। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–भावदेवा-भावदेवा? गोयमा! जे इमे भवनवइ-वाणमंतर-जोइस-वेमाणिया देवा देवगतिनामगोयाइं कम्माइं वेदेंति। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ–भावदेवा-भावदेवा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૫૪. ભગવન્ ! દેવો કેટલા પ્રકારે છે ? ગૌતમ ! પાંચ પ્રકારે છે – ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવ. ભગવન્ ! ભવ્યદ્રવ્ય દેવોને ‘ભવ્યદ્રવ્યદેવ’ કેમ કહે છે ? ગૌતમ ! જે પંચેન્દ્રિય તિર્યંચ કે મનુષ્ય દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભાવિ દેવપણાથી. હે ગૌતમ ! તે ભવ્યદ્રવ્યદેવ કહેવાય છે. ભગવન્ ! નરદેવને નરદેવ એમ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ચાતુરંત ચક્રવર્તીને સમસ્ત રત્નોમાં પ્રધાન ઉત્તમ ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, નવનિધિપતિ છે, સમૃદ્ધ કોષ છે, બત્રીશ હજાર ઉત્તમ રાજા જેના માર્ગને અનુસરે છે, ઉત્તમ સાગરરૂપ મેખલા પર્યન્ત પૃથ્વીના અધિપતિ છે, મનુષ્યોમાં ઇન્દ્ર છે, તેથી તેમને યાવત્ નરદેવ કહે છે. ભગવન્ ! ધર્મદેવને ધર્મદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ અણગાર ભગવંત ઇર્યાસમિત યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છે, તેથી તેઓને યાવત્ ‘ધર્મદેવ’ એમ કહેવામાં આવે છે. ભગવન્ ! દેવાધિદેવને દેવાધિદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ઉત્પન્ન જ્ઞાન – દર્શનધર અરિહંત ભગવંત યાવત્ સર્વદર્શી છે, તેથી તે દેવાધિદેવ કહેવાય છે. ભગવન્ ! ભાવદેવને ભાવદેવ કેમ કહે છે ? ગૌતમ ! જે આ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો, દેવગતિ નામ ગોત્રાદિ કર્મોને વેદે છે, તે કારણે તેઓ ભાવદેવ કહેવાય છે. સૂત્ર– ૫૫૫. ભગવન્ ! ભવ્યદ્રવ્ય દેવો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી – તિર્યંચથી – મનુષ્યથી – દેવમાંથી આવીને ઉપજે છે ? ગૌતમ ! નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવમાંથી આવીને ઉપજે છે, પ્રજ્ઞાપનાસૂત્ર પદ – ૬ ‘વ્યુત્ક્રાંતિ’ પદાનુસાર બધાનો ઉપપાત યાવત્ અનુત્તરોપપાતિક કહેવો. વિશેષ એ કે – અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિજ, અંતર્દ્વીપજ, સર્વાર્થસિદ્ધના જીવોને છોડીને યાવત્ અપરાજિત દેવમાંથી આવીને ઉપજે છે, સર્વાર્થ સિદ્ધના દેવોમાંથી આવીને ઉપજતા નથી. ભગવન્ ! નરદેવ, ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી, ઇત્યાદિ પૃચ્છા. ગૌતમ ! નૈરયિકથી આવીને પણ ઉપજે, દેવમાંથી આવીને પણ ઉપજે. પરંતુ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ઉપજતા નથી. ભગવન્ ! જો નૈરયિકમાંથી આવીને ઉપજે તો શું રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે કે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે ? ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વી નૈરયિકમાંથી આવીને ઉપજે, પણ શર્કરાપ્રભાથી અધઃસપ્તમી પૃથ્વીથી આવીને ન ઉપજે. ભગવન્ ! જો દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે કે વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવમાંથી આવીને ઉપજે ? ગૌતમ ! ભવનપતિ દેવમાંથી આવીને ઉપજે, એ પ્રમાણે બધા દેવોમાંથી ઉત્પાદ વ્યુત્ક્રાંતિ ભેદથી સર્વાર્થસિદ્ધ પર્યન્ત કહેવું. ભગવન્ ! ધર્મદેવ, ક્યાંથી આવીને ઉપજે ? નૈરયિકમાંથી ઇત્યાદિ, વ્યુત્ક્રાંતિ ભેદથી બધાનો ઉપપાત યાવત્ સર્વાર્થસિદ્ધ સુધી કહેવો, વિશેષ એ કે – તેઉકાય, વાયુકાય. તમ:પ્રભા અને અધઃસપ્તમીમાંથી ન ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્ક અકર્મભૂમિજ, અંતર્દ્વીપજમાંથી ન ઉપજે. ભગવન્ ! દેવાધિદેવ ક્યાંથી આવીને ઉપજે ? નૈરયિકથી આવીને ઉપજે? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! નૈરયિકથી અને દેવથી આવીને ઉપજે, પણ તિર્યંચ કે મનુષ્યમાંથી આવીને ન ઉપજે. ભગવન્ ! જો નૈરયિકથી ઉપજે તો પહેલી ત્રણ નરક પૃથ્વીમાંથી આવીને ઉપજે, પછીની ચારનો નિષેધ કરવો. જો દેવમાંથી આવે તો વૈમાનિક સર્વેમાંથી આવીને ઉપજે યાવત્ સર્વાર્થસિદ્ધ. બાકીના બધાં દેવોને છોડી દેવા. ભગવન્ ! ભાવદેવ ક્યાંથી આવીને ઉપજે છે ? ગૌતમ ! એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપનાસૂત્રના વ્યુત્ક્રાંતિપદમાં ભવનવાસીનો ઉપપાત કહ્યો, તેમ કહેવું. સૂત્ર– ૫૫૬. ભગવન્ ! ભવ્યદ્રવ્ય દેવોની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. નરદેવ વિશે પૃચ્છા. જઘન્યથી ૭૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૮૪ લાખ પૂર્વ. ભગવન્ ! ધર્મદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. દેવાધિદેવ વિશે પૃચ્છા. જઘન્યથી ૭૨ વર્ષ, ઉત્કૃષ્ટે ૮૪ લાખ. ભાવદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ. સૂત્ર– ૫૫૭. ભગવન્ ! ભવ્યદ્રવ્ય દેવ, શું એક રૂપ વિકુર્વવા સમર્થ છે કે અનેક રૂપ વિકુર્વવા સમર્થ છે ? ગૌતમ ! એક પણ વિકુર્વે અને અનેક પણ વિકુર્વે. જો એક રૂપ વિકુર્વે તો એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિયરૂપને અને પૃથક્ વિકુર્વણા કરતા એકેન્દ્રિયરૂપોને યાવત્ પંચેન્દ્રિયરૂપોને વિકુર્વે છે. તે રૂપ સંખ્યાત કે અસંખ્યાત, સંબદ્ધ કે અસંબદ્ધ, સદૃશ કે અસદૃશ વિકુર્વે છે, વિકુર્વીને પછી પોતાનું યથેચ્છ કાર્ય કરે. એ પ્રમાણે નરદેવ અને ધર્મદેવો પણ જાણવા. દેવાધિદેવ એક રૂપ વિકુર્વવા સમર્થ છે કે અનેક રૂપ વિકુર્વવા સમર્થ છે ? – ગૌતમ ! એકત્વ કે પૃથક્ત્વ રૂપો વિકુર્વવા સમર્થ છે, પણ સંપ્રાપ્તિથી કદાપિ વિકુર્વ્યા નથી, વિકુર્વતા નથી, વિકુર્વશે નહીં. ભાવદેવ વિશે પૃચ્છા – ગૌતમ ! જેમ ભવ્યદ્રવ્ય દેવો કહ્યા, તેમ ભાવ દેવ કહેવા. કહેવા. સૂત્ર– ૫૫૮. ભગવન્ ! ભવ્યદ્રવ્ય દેવો મરીને અનંતર ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? શું નૈરયિકમાં ઉપજે કે યાવત્ દેવોમાં ઉપજે ? ગૌતમ ! નૈરયિક, મનુષ્ય કે તિર્યંચમાં ન ઉપજે, પણ દેવમાં ઉપજે. જો તે દેવમાં ઉપજે, તો બધા દેવોમાં ઉપજે – યાવત્ – સર્વાર્થસિદ્ધમાં કહેવું. ભગવન્ ! નરદેવો મરીને અનંતર ક્યાં ઉપજે ? પૃચ્છા. ગૌતમ ! નૈરયિકમાં ઉપજે, તિર્યંચ કે મનુષ્ય કે દેવમાં ન ઉપજે. સાતે પૃથ્વીમાં ઉપજે. ભગવન્ ! ધર્મદેવો મરીને અનંતર ક્યાં ઉપજે ? પૃચ્છા. ગૌતમ ! નરક, તિર્યંચ કે મનુષ્યમાં ન ઉપજે. પણ દેવમાં ઉપજે. જો દેવમાં ઉપજે તો શું ભવનવાસીમાં ઉપજે ? પૃચ્છા. ગૌતમ ! ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્કમાં ન ઉપજે, પરંતુ વૈમાનિક દેવોમાં ઉપજે. બધા વૈમાનિકમાં ઉપજે યાવત્ સર્વાર્થ સિદ્ધ અનુત્તરોપપાતિકમાં યાવત્ ઉપજે છે. કોઈક સિદ્ધ થઈને યાવત્ સર્વે દુઃખોનો અંત કરે છે. દેવાધિદેવ આયુ પૂર્ણ કરીને અનંતર ક્યાં જાય છે ? ક્યાં ઉપજે છે ? ગૌતમ ! સિદ્ધ થાય છે, યાવત્ સર્વે દુઃખનો અંત કરે છે. ભગવન્ ! ભાવદેવો ચ્યવીને અનંતર ક્યાં ઉપજે? પૃચ્છા. જેમ પ્રજ્ઞાપનાસૂત્રના વ્યુત્ક્રાંતિક પદમાં અસુર – કુમારોની ઉદ્વર્તના કહી તેમ અહી કહેવું. ભગવન્ ! ભવ્યદ્રવ્ય દેવ, કાળથી કેટલો કાળ હોય? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ પ્રમાણે જેની જે સ્થિતિ કહી છે, તે પ્રમાણે સંસ્થિતિ પણ યાવત્ ભાવદેવ સુધી કહેવી. વિશેષ એ કે – ધર્મદેવની સ્થિતિ – જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી દેશન્યૂન પૂર્વકોટી. ભગવન્ ! ભવ્યદ્રવ્ય દેવનું કેટલા કાળનુ અંતર હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અનંતકાળ, વનસ્પતિકાળ. નરદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી સાતિરેગ સાગરોપમ ઉત્કૃષ્ટથી અનંતકાળ – દેશોન અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત... ધર્મદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી પલ્યોપમ પૃથક્ત્વ, ઉત્કૃષ્ટથી અનંતકાળ યાવત્ દેશોન અપાર્દ્ધ પુદ્ગલ પરાવર્ત... દેવાધિદેવ વિશે પૃચ્છા. ગૌતમ ! અંતર નથી. ભાવદેવની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ – વનસ્પતિકાળ... ભાવદેવની પૃચ્છા. ગૌતમ ! ભાવદેવનું અંતર જઘન્યથી અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પર્યંત હોય છે. ભગવન્ ! આ ભવ્યદ્રવ્યદેવ, નરદેવ, ધર્મદેવ, દેવાધિદેવ અને ભાવદેવમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા નરદેવ છે, દેવાધિદેવ તેનાથી સંખ્યાતગુણ છે, તેનાથી ધર્મદેવ સંખ્યાતગુણ છે, તેનાથી ભવ્યદ્રવ્યદેવ અસંખ્યાતગુણ છે, તેનાથી ભાવદેવ અસંખ્યાતગુણ છે. સૂત્ર– ૫૫૯. ભગવન્ ! આ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, સૌધર્મક યાવત્ અચ્યુતક, ગ્રૈવેયક, અનુત્તરોપપાતિક ભાવદેવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ગૌતમ ! સૌથી થોડા, અનુત્તરોપપાતિક ભાવદેવ છે, ઉપરના ગ્રૈવેયકના ભાવદેવો સંખ્યાતગુણા છે, મધ્યમ ગ્રૈવેયક દેવો સંખ્યાતગુણા, નીચલી ગ્રૈવેયકના દેવો સંખ્યાતગુણા, તેનાથી અચ્યુત કલ્પના દેવો સંખ્યાતગુણા યાવત્ આનતકલ્પના દેવો સંખ્યાતગુણા એ પ્રમાણે જેમ જીવાભિગમ સૂત્રમાં ત્રણ પ્રકારે દેવપુરુષોનું અલ્પબહુત્વ કહ્યું છે – તે જ પ્રમાણે અહીં પણ કહેવું યાવત્ જ્યોતિષ્ક ભાવદેવો અસંખ્યાતગુણા છે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૫૫૪–૫૫૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] kativiha nam bhamte! Deva pannatta? Goyama! Pamchaviha deva pannatta, tam jaha–bhaviyadavvadeva, naradeva, dhammadeva, devatideva, bhavadeva. Se kenatthenam bhamte! Evam vuchchai–bhaviyadavvadeva-bhaviyadavvadeva? Goyama! Je bhavie pamchimdiyatirikkhajonie va manusse va devesu uvavajjittae. Se tenatthenam goyama! Evam vuchchai–bhaviyadavvadeva-bhaviyadavvadeva. Se kenatthenam bhamte! Evam vuchchai–naradeva-naradeva? Goyama! Je ime rayano chauramtachakkavatti uppannasamattachakkarayanappahana navanihipaino samiddha-kisa battisarayavarasahassanu-yatamagga sagaravaramehalahivaino manussimda. Se tenatthenam goyama! Evam vuchchai–naradeva-naradeva. Se kenatthenam bhamte! Evam vuchchai–dhammadeva-dhammadeva? Goyama! Je ime anagara bhagavamto riyasamiya java guttabambhayari. Se tenatthenam goyama! Evam vuchchai dhammadeva-dhammadeva. Se kenatthenam bhamte! Evam vuchchai–devatideva-devatideva? Goyama! Je ime arahamta bhagavamto uppannanana-damsanadhara araha jina kevali tiyapachchuppanna mana-gayaviyanaya savvannu savvadariso. Se tenatthenam goyama! Evam vuchchai–devatideva-devatideva. Se kenatthenam bhamte! Evam vuchchai–bhavadeva-bhavadeva? Goyama! Je ime bhavanavai-vanamamtara-joisa-vemaniya deva devagatinamagoyaim kammaim vedemti. Se tenatthenam goyama! Evam vuchchai–bhavadeva-bhavadeva. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 554. Bhagavan ! Devo ketala prakare chhe\? Gautama ! Pamcha prakare chhe – bhavyadravyadeva, naradeva, dharmadeva, devadhideva ane bhavadeva. Bhagavan ! Bhavyadravya devone ‘bhavyadravyadeva’ kema kahe chhe\? Gautama ! Je pamchendriya tiryamcha ke manushya devomam utpanna thava yogya chhe, te bhavi devapanathi. He gautama ! Te bhavyadravyadeva kahevaya chhe. Bhagavan ! Naradevane naradeva ema kema kahe chhe\? Gautama ! Je a chaturamta chakravartine samasta ratnomam pradhana uttama chakraratna utpanna thayum chhe, navanidhipati chhe, samriddha kosha chhe, batrisha hajara uttama raja jena margane anusare chhe, uttama sagararupa mekhala paryanta prithvina adhipati chhe, manushyomam indra chhe, tethi temane yavat naradeva kahe chhe. Bhagavan ! Dharmadevane dharmadeva kema kahe chhe\? Gautama ! Je a anagara bhagavamta iryasamita yavat gupta brahmachari chhe, tethi teone yavat ‘dharmadeva’ ema kahevamam ave chhe. Bhagavan ! Devadhidevane devadhideva kema kahe chhe\? Gautama ! Je a utpanna jnyana – darshanadhara arihamta bhagavamta yavat sarvadarshi chhe, tethi te devadhideva kahevaya chhe. Bhagavan ! Bhavadevane bhavadeva kema kahe chhe\? Gautama ! Je a bhavanapati, vyamtara, jyotishka, vaimanika devo, devagati nama gotradi karmone vede chhe, te karane teo bhavadeva kahevaya chhe. Sutra– 555. Bhagavan ! Bhavyadravya devo kyamthi avine utpanna thaya chhe\? Nairayikathi – tiryamchathi – manushyathi – devamamthi avine upaje chhe\? Gautama ! Nairayika, tiryamcha, manushya, devamamthi avine upaje chhe, prajnyapanasutra pada – 6 ‘vyutkramti’ padanusara badhano upapata yavat anuttaropapatika kahevo. Vishesha e ke – asamkhyata varshayushka akarmabhumija, amtardvipaja, sarvarthasiddhana jivone chhodine yavat aparajita devamamthi avine upaje chhe, sarvartha siddhana devomamthi avine upajata nathi. Bhagavan ! Naradeva, kyamthi avine upaje chhe\? Shum nairayikathi, ityadi prichchha. Gautama ! Nairayikathi avine pana upaje, devamamthi avine pana upaje. Paramtu tiryamcha ke manushyamamthi avine upajata nathi. Bhagavan ! Jo nairayikamamthi avine upaje to shum ratnaprabhaprithvi nairayikamamthi avine upaje ke yavat adhahsaptami prithvi nairayikamamthi avine upaje\? Gautama ! Ratnaprabhaprithvi nairayikamamthi avine upaje, pana sharkaraprabhathi adhahsaptami prithvithi avine na upaje. Bhagavan ! Jo devamamthi avine upaje to shum bhavanapati devamamthi avine upaje ke vyamtara, jyotishka, vaimanika devamamthi avine upaje\? Gautama ! Bhavanapati devamamthi avine upaje, e pramane badha devomamthi utpada vyutkramti bhedathi sarvarthasiddha paryanta kahevum. Bhagavan ! Dharmadeva, kyamthi avine upaje\? Nairayikamamthi ityadi, vyutkramti bhedathi badhano upapata yavat sarvarthasiddha sudhi kahevo, vishesha e ke – teukaya, vayukaya. Tama:prabha ane adhahsaptamimamthi na upaje. Asamkhyata varshayushka akarmabhumija, amtardvipajamamthi na upaje. Bhagavan ! Devadhideva kyamthi avine upaje\? Nairayikathi avine upaje? Ityadi prichchha. Gautama ! Nairayikathi ane devathi avine upaje, pana tiryamcha ke manushyamamthi avine na upaje. Bhagavan ! Jo nairayikathi upaje to paheli trana naraka prithvimamthi avine upaje, pachhini charano nishedha karavo. Jo devamamthi ave to vaimanika sarvemamthi avine upaje yavat sarvarthasiddha. Bakina badham devone chhodi deva. Bhagavan ! Bhavadeva kyamthi avine upaje chhe\? Gautama ! E pramane jema prajnyapanasutrana vyutkramtipadamam bhavanavasino upapata kahyo, tema kahevum. Sutra– 556. Bhagavan ! Bhavyadravya devoni ketala kalani sthiti chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi trana palyopama. Naradeva vishe prichchha. Jaghanyathi 700 varsha, utkrishtathi 84 lakha purva. Bhagavan ! Dharmadeva vishe prichchha. Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishta deshona purvakodi. Devadhideva vishe prichchha. Jaghanyathi 72 varsha, utkrishte 84 lakha. Bhavadeva vishe prichchha. Gautama ! Jaghanyathi 10,000 varsha, utkrishta 33 – sagaropama. Sutra– 557. Bhagavan ! Bhavyadravya deva, shum eka rupa vikurvava samartha chhe ke aneka rupa vikurvava samartha chhe\? Gautama ! Eka pana vikurve ane aneka pana vikurve. Jo eka rupa vikurve to ekendriya yavat pamchendriyarupane ane prithak vikurvana karata ekendriyarupone yavat pamchendriyarupone vikurve chhe. Te rupa samkhyata ke asamkhyata, sambaddha ke asambaddha, sadrisha ke asadrisha vikurve chhe, vikurvine pachhi potanum yathechchha karya kare. E pramane naradeva ane dharmadevo pana janava. Devadhideva eka rupa vikurvava samartha chhe ke aneka rupa vikurvava samartha chhe\? – gautama ! Ekatva ke prithaktva rupo vikurvava samartha chhe, pana sampraptithi kadapi vikurvya nathi, vikurvata nathi, vikurvashe nahim. Bhavadeva vishe prichchha – gautama ! Jema bhavyadravya devo kahya, tema bhava deva kaheva. Kaheva. Sutra– 558. Bhagavan ! Bhavyadravya devo marine anamtara kyam jaya chhe\? Kyam upaje chhe\? Shum nairayikamam upaje ke yavat devomam upaje\? Gautama ! Nairayika, manushya ke tiryamchamam na upaje, pana devamam upaje. Jo te devamam upaje, to badha devomam upaje – yavat – sarvarthasiddhamam kahevum. Bhagavan ! Naradevo marine anamtara kyam upaje\? Prichchha. Gautama ! Nairayikamam upaje, tiryamcha ke manushya ke devamam na upaje. Sate prithvimam upaje. Bhagavan ! Dharmadevo marine anamtara kyam upaje\? Prichchha. Gautama ! Naraka, tiryamcha ke manushyamam na upaje. Pana devamam upaje. Jo devamam upaje to shum bhavanavasimam upaje\? Prichchha. Gautama ! Bhavanapati, vyamtara, jyotishkamam na upaje, paramtu vaimanika devomam upaje. Badha vaimanikamam upaje yavat sarvartha siddha anuttaropapatikamam yavat upaje chhe. Koika siddha thaine yavat sarve duhkhono amta kare chhe. Devadhideva ayu purna karine anamtara kyam jaya chhe\? Kyam upaje chhe\? Gautama ! Siddha thaya chhe, yavat sarve duhkhano amta kare chhe. Bhagavan ! Bhavadevo chyavine anamtara kyam upaje? Prichchha. Jema prajnyapanasutrana vyutkramtika padamam asura – kumaroni udvartana kahi tema ahi kahevum. Bhagavan ! Bhavyadravya deva, kalathi ketalo kala hoya? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi trana palyopama, e pramane jeni je sthiti kahi chhe, te pramane samsthiti pana yavat bhavadeva sudhi kahevi. Vishesha e ke – dharmadevani sthiti – jaghanya eka samaya, utkrishtathi deshanyuna purvakoti. Bhagavan ! Bhavyadravya devanum ketala kalanu amtara hoya\? Gautama ! Jaghanyathi amtarmuhurtta adhika 10,000 varsha, utkrishtathi anamtakala, vanaspatikala. Naradevani prichchha. Gautama ! Jaghanyathi satirega sagaropama utkrishtathi anamtakala – deshona aparddha pudgala paravarta... Dharmadevani prichchha. Gautama ! Jaghanyathi palyopama prithaktva, utkrishtathi anamtakala yavat deshona aparddha pudgala paravarta... Devadhideva vishe prichchha. Gautama ! Amtara nathi. Bhavadevani prichchha. Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi anamtakala – vanaspatikala... Bhavadevani prichchha. Gautama ! Bhavadevanum amtara jaghanyathi amtarmuhurta ane utkrishtathi vanaspatikala paryamta hoya chhe. Bhagavan ! A bhavyadravyadeva, naradeva, dharmadeva, devadhideva ane bhavadevamam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe\? Gautama ! Sauthi thoda naradeva chhe, devadhideva tenathi samkhyataguna chhe, tenathi dharmadeva samkhyataguna chhe, tenathi bhavyadravyadeva asamkhyataguna chhe, tenathi bhavadeva asamkhyataguna chhe. Sutra– 559. Bhagavan ! A bhavanavasi, vyamtara, jyotishka, vaimanika, saudharmaka yavat achyutaka, graiveyaka, anuttaropapatika bhavadevomam kona konathi alpa, bahu, tulya ke visheshadhika chhe? Gautama ! Sauthi thoda, anuttaropapatika bhavadeva chhe, uparana graiveyakana bhavadevo samkhyataguna chhe, madhyama graiveyaka devo samkhyataguna, nichali graiveyakana devo samkhyataguna, tenathi achyuta kalpana devo samkhyataguna yavat anatakalpana devo samkhyataguna e pramane jema jivabhigama sutramam trana prakare devapurushonum alpabahutva kahyum chhe – te ja pramane ahim pana kahevum yavat jyotishka bhavadevo asamkhyataguna chhe. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 554–559 |