Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104042 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१२ |
Translated Chapter : |
શતક-૧૨ |
Section : | उद्देशक-५ अतिपात | Translated Section : | ઉદ્દેશક-૫ અતિપાત |
Sutra Number : | 542 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] रायगिहे जाव एवं वयासी–अहं भंते! पाणाइवाए, मुसावाए, अदिन्नादाने, मेहुणे, परिग्गहे–एस णं कतिवण्णे, कतिगंधे, कतिरसे, कतिफासे पन्नत्ते? गोयमा! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे पन्नत्ते। अह भंते! कोहे, कोवे, रोसे, दोसे, अखमा, संजलणे, कलहे, चंडिक्के, भंडणे, विवादे–एस णं कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे पन्नत्ते। अह भंते! माने, मदे, दप्पे, थंभे, गव्वे, अत्तुक्कोसे, परपरिवाए, उक्कोसे, अवक्कोसे, उन्नते, उन्नामे, दुन्नामे– एस णं कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! पंचवण्णे, दुगंधे, पंचरसे, चउफासे, पन्नत्ते। अह भंते! माया, उवही, नियडी, वलए, गहणे, नूमे, कक्के, कुरुए, जिम्हे, किब्बिसे, आयरणया, गूहणया, वंचणया, पलिउंचणया, सातिजोगे– एस णं कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! पंचवण्णे दुगंधे पंचरसे चउफासे पन्नत्ते। अह भंते! लोभे, इच्छा, मुच्छा, कंखा, गेही, तण्हा, भिज्झा, अभिज्झा, आसासणया, पत्थणया, लालप्पणया, कामासा, भोगासा, जीवियासा, मरणासा, नंदिरागे– एस णं कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! पंचवण्णे दुगंधे पंचरसे चउफासे पन्नत्ते। अह भंते! पेज्जे, दोसे, कलहे, अब्भक्खाणे, पेसुन्ने, परपरिवाए, अरतिरती, मायामोसे, मिच्छा-दंसणसल्ले– एस णं कतिवण्णे जाव कतिफासे पन्नत्ते? गोयमा! पंचवण्णे दुगंधे पंचरसे चउफासे पन्नत्ते। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૪૨. રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું – ભગવન્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહના કેટલા વર્ણ – ગંધ – રસ – સ્પર્શ છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે. ભગવન્ ! ક્રોધ, કોપ, રોસ, દોષ, અક્ષમા, સંજ્વલન, કલહ, ચાંડિક્ય, ભંડન, વિવાદ આ બધાના કેટલા વર્ણ યાવત્ સ્પર્શ છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શ કહ્યા છે. ભગવન્ ! માન, મદ, દર્પ, સ્તંભ, ગર્વ, અત્યુત્ક્રોશ, પરપરિવાદ, ઉત્કર્ષ, અપકર્ષ, ઉન્નત, ઉન્નામ, દુર્નામ એ બધાના કેટલા વર્ણાદિ છે ? ગૌતમ ! પાંચ વર્ણ આદિ ક્રોધ પ્રમાણે છે. ભગવન્ ! માયા, ઉપધિ, નિકૃતિ, વલય, ગ્રહણ, નૂમ, કર્ક, કુરૂપા, જિહ્મતા, કિલ્બિષ, આચરણ, ગૂહનતા, વંચનતા, પ્રતિકુંચનતા, સાતિયોગ આ પંદરના કેટલા વર્ણાદિ છે ? ગૌતમ ! પાંચ વર્ણ આદિ. ભગવન્ ! લોભ, ઇચ્છા, મૂર્છા, કાંક્ષા, ગૃદ્ધિ, તૃષ્ણા, ભિધ્યા, અભિધ્યા, આશંસનતા, પ્રાર્થનતા, લાલપનતા, કામાશા, ભોગાશા, જીવિતાશા, મરણાશા, નંદિરાગ. આ કેટલા વર્ણાદિના છે ? ક્રોધ મુજબ જાણવું. ભગવન્ ! રાગ, દ્વેષ, કલહ યાવત્ મિથ્યાદર્શન શલ્ય. આ બધા કેટલા વર્ણના છે ? ગૌતમ ! ક્રોધની જેમ યાવત્ ચાર સ્પર્શ સુધી કહેવું. સૂત્ર– ૫૪૩. ભગવન્ ! પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, આ બધા કેટલા વર્ણના યાવત્ કેટલા સ્પર્શવાળા છે ? ગૌતમ ! અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ છે. ભગવન્ ! ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી, પારિણામિકી ચારે કેટલા વર્ણાદિથી છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવન્ ! અવગ્રહ, ઈહા, અપાય, ધારણા એ ચારે કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવન્ ! ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ આ બધા કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવન્ ! સાતમું અવકાશાંતર કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! તે બધાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શથી રહિત છે. ભગવન્ ! સાતમો તનુવાત કેટલા વર્ણ આદિથી છે ? પ્રાણાતિપાત મુજબ છે, વિશેષ આ – આઠ સ્પર્શવાળો કહ્યો છે. જેમ સાતમો તનુવાત છે, તેમ સાતમો ઘનવાત, ઘનોદધિ, અને સાતમી પૃથ્વી કહેવા. છઠ્ઠો અવકાશાંતર વર્ણાદિ રહિત છે. છઠ્ઠો તનુવાત યાવત્ છઠ્ઠી પૃથ્વી એ આઠ સ્પર્શ વાળા છે. એ પ્રમાણે સાતમી પૃથ્વીની વક્તવ્યતા માફક યાવત્ પહેલી પૃથ્વી કહેવા. જંબૂદ્વીપથી લઈને સ્વયંભૂરમણસમુદ્ર, સૌધર્મકલ્પ યાવત્ ઇષત્પ્રાગ્ભારા પૃથ્વી, નૈરયિકવાસ યાવત્ વૈમાનિકવાસ આ બધા જ આઠ સ્પર્શવાળા છે. ભગવન્ ! નૈરયિકો કેટલા વર્ણ યાવત્ સ્પર્શવાળા છે ? ગૌતમ ! વૈક્રિય અને તૈજસશરીરની અપેક્ષાએ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે, કાર્મણશરીરને આશ્રીને પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, ચાર સ્પર્શવાળા છે. જીવની અપેક્ષાએ વર્ણ યાવત્ સ્પર્શથી રહિત છે. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિકની પૃચ્છા. ઔદારિક અને તૈજસ શરીરની અપેક્ષાએ પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળા છે, કાર્મણશરીરને આશ્રીને, નૈરયિકવત્. જીવને આશ્રીને નૈરયિકવત્ એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધીજાણવા. વિશેષ એ કે – વાયુકાયિક જીવોને ઔદારિક, વૈક્રિય, તૈજસને આશ્રીને પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શ કહેવા, બાકીના જીવો નૈરયિકવત્ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો વાયુકાયિકવત્ જાણવા. મનુષ્ય વિષયક પૃચ્છા. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ શરીરને આશ્રીને પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શો છે. કાર્મણ શરીર અને જીવને આશ્રીને નૈરયિકવત્ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકોને નૈરયિકવત્ કહેવા. ધર્માસ્તિકાય યાવત્ જીવાસ્તિકાય, આ બધા વર્ણાદિરહિત છે. વિશેષ એ કે પુદ્ગલાસ્તિકાય પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા છે. જ્ઞાનાવરણીયથી અંતરાય સુધીના, બધા ચાર સ્પર્શવાળા છે. ભગવન્ ! કૃષ્ણલેશ્યા કેટલા વર્ણાદિથી છે ? દ્રવ્યલેશ્યાને આશ્રીને પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શો છે. ભાવલેશ્યાને આશ્રીને અવર્ણાદિ છે. એ પ્રમાણે શુક્લલેશ્યા પર્યન્ત જાણવું. સમ્યગ્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ, મિશ્રદૃષ્ટિ એ ત્રણ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવળદર્શન એ ચાર, આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભંગજ્ઞાન, એ આઠ, આહાર – ભય – મૈથુન – પરિગ્રહ એ ચારસંજ્ઞા એ સર્વે વર્ણાદિ રહિત છે. ઔદારિકશરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તૈજસશરીર એ ચારે આઠ સ્પર્શવાળા છે, કાર્મણશરીર, મનોયોગ, વચનયોગ એ ત્રણ ચાર સ્પર્શવાળા છે, કાયયોગ આઠ સ્પર્શવાળો છે. સાકારોપયોગ, અનાકારોપયોગ વર્ણાદિરહિત છે. ભગવન્ ! સર્વે દ્રવ્યો કેટલા વર્ણાદિવાળા છે ? ગૌતમ ! કેટલાક સર્વદ્રવ્યો પાંચ વર્ણ યાવત્ આઠ સ્પર્શવાળા છે, કેટલાક સર્વદ્રવ્યો પાંચ વર્ણ યાવત્ ચાર સ્પર્શવાળા છે, કેટલાક સર્વદ્રવ્યો એક ગંધ, એક વર્ણ, એક રસ, બે સ્પર્શવાળા છે. કેટલાક સર્વદ્રવ્યો વર્ણ યાવત્ સ્પર્શ આદિ રહિત છે. એ પ્રમાણે સર્વે પ્રદેશો, સર્વ પર્યાયોમાં જાણવું જોઈએ. અતીતકાળ, અનાગતકાળ, સર્વકાળ ત્રણે અવર્ણ યાવત્ અસ્પર્શા છે. સૂત્ર સંદર્ભ– ૫૪૨, ૫૪૩ | ||
Mool Sutra Transliteration : | [sutra] rayagihe java evam vayasi–aham bhamte! Panaivae, musavae, adinnadane, mehune, pariggahe–esa nam kativanne, katigamdhe, katirase, katiphase pannatte? Goyama! Pamchavanne, dugamdhe, pamcharase, chauphase pannatte. Aha bhamte! Kohe, kove, rose, dose, akhama, samjalane, kalahe, chamdikke, bhamdane, vivade–esa nam kativanne java katiphase pannatte? Goyama! Pamchavanne, dugamdhe, pamcharase, chauphase pannatte. Aha bhamte! Mane, made, dappe, thambhe, gavve, attukkose, paraparivae, ukkose, avakkose, unnate, unname, dunname– esa nam kativanne java katiphase pannatte? Goyama! Pamchavanne, dugamdhe, pamcharase, chauphase, pannatte. Aha bhamte! Maya, uvahi, niyadi, valae, gahane, nume, kakke, kurue, jimhe, kibbise, ayaranaya, guhanaya, vamchanaya, paliumchanaya, satijoge– esa nam kativanne java katiphase pannatte? Goyama! Pamchavanne dugamdhe pamcharase chauphase pannatte. Aha bhamte! Lobhe, ichchha, muchchha, kamkha, gehi, tanha, bhijjha, abhijjha, asasanaya, patthanaya, lalappanaya, kamasa, bhogasa, jiviyasa, maranasa, namdirage– esa nam kativanne java katiphase pannatte? Goyama! Pamchavanne dugamdhe pamcharase chauphase pannatte. Aha bhamte! Pejje, dose, kalahe, abbhakkhane, pesunne, paraparivae, aratirati, mayamose, michchha-damsanasalle– esa nam kativanne java katiphase pannatte? Goyama! Pamchavanne dugamdhe pamcharase chauphase pannatte. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 542. Rajagriha nagaramam yavat gautamasvamie ama kahyum – bhagavan ! Pranatipata, mrishavada, adattadana, maithuna, parigrahana ketala varna – gamdha – rasa – sparsha chhe\? Gautama ! Pamcha varna, pamcha rasa, be gamdha, chara sparsha kahya chhe. Bhagavan ! Krodha, kopa, rosa, dosha, akshama, samjvalana, kalaha, chamdikya, bhamdana, vivada a badhana ketala varna yavat sparsha chhe\? Gautama ! Pamcha varna, pamcha rasa, be gamdha, chara sparsha kahya chhe. Bhagavan ! Mana, mada, darpa, stambha, garva, atyutkrosha, paraparivada, utkarsha, apakarsha, unnata, unnama, durnama e badhana ketala varnadi chhe\? Gautama ! Pamcha varna adi krodha pramane chhe. Bhagavan ! Maya, upadhi, nikriti, valaya, grahana, numa, karka, kurupa, jihmata, kilbisha, acharana, guhanata, vamchanata, pratikumchanata, satiyoga a pamdarana ketala varnadi chhe\? Gautama ! Pamcha varna adi. Bhagavan ! Lobha, ichchha, murchha, kamksha, griddhi, trishna, bhidhya, abhidhya, ashamsanata, prarthanata, lalapanata, kamasha, bhogasha, jivitasha, maranasha, namdiraga. A ketala varnadina chhe\? Krodha mujaba janavum. Bhagavan ! Raga, dvesha, kalaha yavat mithyadarshana shalya. A badha ketala varnana chhe\? Gautama ! Krodhani jema yavat chara sparsha sudhi kahevum. Sutra– 543. Bhagavan ! Pranatipata viramana yavat parigraha viramana, krodha viveka yavat mithyadarshana shalya viveka, a badha ketala varnana yavat ketala sparshavala chhe\? Gautama ! Avarna, agamdha, arasa, asparsha chhe. Bhagavan ! Autpatiki, vainayiki, karmiki, parinamiki chare ketala varnadithi chhe\? Gautama ! Te badham varna, gamdha, rasa, sparshathi rahita chhe. Bhagavan ! Avagraha, iha, apaya, dharana e chare ketala varnadivala chhe\? Gautama ! Te badham varna, gamdha, rasa, sparshathi rahita chhe. Bhagavan ! Utthana, karma, bala, virya, purushakara parakrama a badha ketala varnadivala chhe\? Gautama ! Te badham varna, gamdha, rasa, sparshathi rahita chhe. Bhagavan ! Satamum avakashamtara ketala varnadivala chhe\? Gautama ! Te badham varna, gamdha, rasa, sparshathi rahita chhe. Bhagavan ! Satamo tanuvata ketala varna adithi chhe\? Pranatipata mujaba chhe, vishesha a – atha sparshavalo kahyo chhe. Jema satamo tanuvata chhe, tema satamo ghanavata, ghanodadhi, ane satami prithvi kaheva. Chhaththo avakashamtara varnadi rahita chhe. Chhaththo tanuvata yavat chhaththi prithvi e atha sparsha vala chhe. E pramane satami prithvini vaktavyata maphaka yavat paheli prithvi kaheva. Jambudvipathi laine svayambhuramanasamudra, saudharmakalpa yavat ishatpragbhara prithvi, nairayikavasa yavat vaimanikavasa a badha ja atha sparshavala chhe. Bhagavan ! Nairayiko ketala varna yavat sparshavala chhe\? Gautama ! Vaikriya ane taijasasharirani apekshae pamcha varna, pamcha rasa, be gamdha, atha sparshavala chhe, karmanasharirane ashrine pamcha varna, pamcha rasa, be gamdha, chara sparshavala chhe. Jivani apekshae varna yavat sparshathi rahita chhe. E pramane stanitakumara sudhi janavum. Prithvikayikani prichchha. Audarika ane taijasa sharirani apekshae pamcha varna yavat atha sparshavala chhe, karmanasharirane ashrine, nairayikavat. Jivane ashrine nairayikavat e pramane chaurindriya sudhijanava. Vishesha e ke – vayukayika jivone audarika, vaikriya, taijasane ashrine pamcha varna yavat atha sparsha kaheva, bakina jivo nairayikavat janava. Pamchendriya tiryamchayoniko vayukayikavat janava. Manushya vishayaka prichchha. Audarika, vaikriya, aharaka, taijasa sharirane ashrine pamcha varna yavat atha sparsho chhe. Karmana sharira ane jivane ashrine nairayikavat kaheva. Vyamtara, jyotishka, vaimanikone nairayikavat kaheva. Dharmastikaya yavat jivastikaya, a badha varnadirahita chhe. Vishesha e ke pudgalastikaya pamcha varna, pamcha rasa, be gamdha, atha sparshavala chhe. Jnyanavaraniyathi amtaraya sudhina, badha chara sparshavala chhe. Bhagavan ! Krishnaleshya ketala varnadithi chhe\? Dravyaleshyane ashrine pamcha varna yavat atha sparsho chhe. Bhavaleshyane ashrine avarnadi chhe. E pramane shuklaleshya paryanta janavum. Samyagdrishti, mithyadrishti, mishradrishti e trana, chakshudarshana, achakshudarshana, avadhidarshana, kevaladarshana e chara, abhinibodhikajnyana, shrutajnyana, avadhijnyana, mana:paryavajnyana, kevalajnyana, matiajnyana, shrutaajnyana, vibhamgajnyana, e atha, ahara – bhaya – maithuna – parigraha e charasamjnya e sarve varnadi rahita chhe. Audarikasharira, vaikriyasharira, aharakasharira, taijasasharira e chare atha sparshavala chhe, karmanasharira, manoyoga, vachanayoga e trana chara sparshavala chhe, kayayoga atha sparshavalo chhe. Sakaropayoga, anakaropayoga varnadirahita chhe. Bhagavan ! Sarve dravyo ketala varnadivala chhe\? Gautama ! Ketalaka sarvadravyo pamcha varna yavat atha sparshavala chhe, ketalaka sarvadravyo pamcha varna yavat chara sparshavala chhe, ketalaka sarvadravyo eka gamdha, eka varna, eka rasa, be sparshavala chhe. Ketalaka sarvadravyo varna yavat sparsha adi rahita chhe. E pramane sarve pradesho, sarva paryayomam janavum joie. Atitakala, anagatakala, sarvakala trane avarna yavat asparsha chhe. Sutra samdarbha– 542, 543 |