Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104030 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-१२ |
Translated Chapter : |
શતક-૧૨ |
Section : | उद्देशक-१ शंख | Translated Section : | ઉદ્દેશક-૧ શંખ |
Sutra Number : | 530 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तेणं कालेणं तेणं समएणं सावत्थी नामं नगरी होत्था–वण्णओ। कोट्ठए चेइए–वण्णओ। तत्थ णं सावत्थीए नगरीए बहवे संखप्पामोक्खा समणोवासया परिवसंति–अड्ढा जाव बहुजनस्स अपरिभूया, अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवो-कम्मेहिं अप्पाणं भावेमाणा विहरंति। तस्स णं संखस्स समणोवासगस्स उप्पला नाम भारिया होत्था–सुकुमालपाणिपाया जाव सुरूवा, समणोवासिया अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ। तत्थ णं सावत्थीए नगरीए पोक्खली नामं समणोवासए परिवसइ–अड्ढे, अभिगयजीवाजीवे जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणे विहरइ। तेणं कालेणं तेणं समएणं सामी समोसढे। परिसा जाव पज्जुवासइ। तए णं ते समणोवासगा इमीसे कहाए लद्धट्ठा समाणा जहा आलभियाए जाव पज्जुवासंति। तए णं समणे भगवं महावीरे तेसिं समणोवासगाणं तीसे य महतिमहालियाए परि-साए धम्मं परिकहेइ जाव परिसा पडिगया। तए णं ते समणोवासगा समणस्स भगवओ महावीरस्स अंतियं धम्मं सोच्चा निसम्म हट्ठतुट्ठा समणं भगवं महावीरं वंदंति नमंसंति, वंदित्ता नमंसित्ता पसिणाइं पुच्छंति, पुच्छित्ता अट्ठाइं परियादियंति, परियादियित्ता उट्ठाए उट्ठेंति, उट्ठेत्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ कोट्ठयाओ चेइयाओ पडिनिक्खमंति, पडिनिक्खमित्ता जेणेव सावत्थी नगरी तेणेव पहारेत्थ गमणाए | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૩૦. તે કાળે, તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. કોષ્ઠક ચૈત્ય હતું.(નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર જાણવું) તે શ્રાવસ્તી નગરીમાં શંખ આદિ ઘણા શ્રાવકો રહેતા હતા. તેઓ સમૃદ્ધ યાવત્ અપરિભૂત હતા, જીવાજીવના જ્ઞાતા હતા યાવત્ સ્વયં સ્વીકૃત તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરતા હતા. તે શંખ શ્રાવકને ઉત્પલા નામે પત્ની હતી. તે સુકુમાલ યાવત્ સુરૂપા, શ્રાવિકા, જીવાજીવની જ્ઞાતા યાવત્ વિચરતી હતી. તે શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામે શ્રાવક હતો, સમૃદ્ધ યાવત્ અપરિભૂત હતો, જીવાજીવનો જ્ઞાતા હતો, યાવત સ્વીકૃત તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા વિચરતો હતો. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સ્વામી પધાર્યા, પર્ષદા નીકળી યાવત્ પર્યુપાસે છે. ત્યારે તે શ્રાવકોએ ભગવંતના આગમનના સમાચાર સાંભળીને આ વૃત્તાંત જાણ્યો, આલભિકા નગરીના શ્રાવકોની માફક વંદન માટે ગયા યાવત્ પર્યુપાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રાવકોને તથા તે મોટી પર્ષદાને ધર્મકથા કહી, યાવત્ પર્ષદા પાછી ગઈ. તે શ્રમણોપાસકો ભગવંત પાસે ધર્મ સાંભળીને, અવધારીને હર્ષિત – સંતુષ્ટ થયા. ભગવંત મહાવીરને વંદન – નમસ્કાર કર્યા, વાંદી – નમીને પ્રશ્નો પૂછે છે, તેના અર્થોને ગ્રહણ કરે છે, ત્યાર પછી પોતાના ઉત્થાનથી ઉઠી, ભગવંત પાસેથી, કોષ્ઠક ચૈત્યથી નીકળી, શ્રાવસ્તી નગરી જવાને રવાના થયા. સૂત્ર– ૫૩૧. ત્યારે તે શંખ શ્રાવકે, તે શ્રાવકોને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવો પછી આપણે વિપુલ અશનાદિનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, ભોજન કરતા – કરાવતા પાક્ષિક પૌષધનું અનુપાલન કરતા વિચરીશું. ત્યારે તે શ્રાવકો, શંખ શ્રાવકના આ કથનને વિનયપૂર્વક સ્વીકારે છે, ત્યારપછી તે શંખ શ્રાવકને આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ યાવત્ ઉત્પન્ન થયો – તે વિપુલ અશનાદિનું આસ્વાદન આદિ કરતા, વિશેષ આસ્વાદન કરતા, પરસ્પર આપતા અને ભોગવતા, પાક્ષિક પૌષધનું અનુપાલન કરી વિચરવું, મારા માટે શ્રેયસ્કર નથી. પણ મારી પૌષધશાળામાં બ્રહ્મચારી રહી, મણિ – સુવર્ણના ત્યાગ કરી, માલા – વર્ણક – વિલેપનથી રહિત થઈ, શસ્ત્ર – મુસલ આદિના ત્યાગરૂપ, એકલા, કોઈના સાથ વિના, દર્ભ – સંસ્તારકે બેસીને પાક્ષિક – પૌષધનું અનુપાલન કરી વિચરવું શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારીને જ્યાં શ્રાવસ્તી નગરી છે, જ્યાં પોતાનું ઘર છે, જ્યાં ઉત્પલા શ્રાવિકા છે, ત્યાં આવે છે. આવીને ઉત્પલા શ્રાવિકાને પૂછીને, જ્યાં પૌષધશાળા છે, ત્યાં આવે છે, આવીને પૌષધશાળામાં પ્રવેશે છે, પૌષધશાળામાં પ્રવેશીને પૌષધશાળા પ્રમાર્જે છે, પ્રમાર્જીને ઉચ્ચાર પ્રસ્રવણ ભૂમિને પડિલેહે છે પછી દર્ભનો સંથારો પાથરે છે, પાથરીને તેના ઉપર આરૂઢ થાય છે. પછી પૌષધશાળામાં બ્રહ્મચર્યપૂર્વક પાક્ષિક પૌષધ યાવત્ પાલન કરતો રહે છે. ત્યારે તે શ્રાવકો જ્યાં શ્રાવસ્તી નગરી, જ્યાં પોતાના ઘરો છે ત્યાં આવે છે, આવીને વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે, કરાવીને પરસ્પર બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – એ પ્રમાણે હે દેવાનુપ્રિયો ! અમે તે વિપુલ અશનાદિ તૈયાર કરાવ્યા છે, શંખ શ્રાવક હજી આવેલ નથી, તો હે દેવાનુપ્રિયો ! આપણે શંખ શ્રાવકને બોલાવીએ તે શ્રેય છે. ત્યારે તે પુષ્કલી શ્રાવક, તે શ્રાવકોને આમ કહે છે – તમે બધા સારી રીતે સ્વસ્થ અને વિશ્વસ્ત થઈને બેસો, હું શંખ શ્રાવકને બોલાવી લાવું છું, એમ કહીને તે શ્રાવકો પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈને શંખ શ્રાવકના ઘેર આવ્યો, આવીને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ્યો. ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આવતા જોઈને હર્ષિત – સંતુષ્ટ થઈ, આસનેથી ઉભી થઈને સાત – આઠ પગલા સામે ગઈ, જઈને પુષ્કલી શ્રાવકને વંદન – નમસ્કાર કર્યા, કરીને આસન ગ્રહણ કરવા નિમંત્રણ આપ્યું. પછી આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! આપના આગમનના પ્રયોજનને જણાવો. ત્યારે પુષ્કલી શ્રાવકે ઉત્પલા શ્રાવિકાને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયા ! શંખ શ્રાવક ક્યાં છે ? ત્યારે તે ઉત્પલા શ્રાવિકાએ પુષ્કલી શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! શંખ શ્રાવક પૌષધશાળામાં બ્રહ્મચારીપણે પાક્ષિક પૌષધ સ્વીકારી યાવત્ રહેલ છે. ત્યારે તે પુષ્કલી શ્રાવક પૌષધશાળામાં શંખ શ્રાવક પાસે ગયો. જઈને ગમનાગમન પ્રતિક્રમ્યુ, પ્રતિક્રમીને શંખ શ્રાવકને વંદન – નમસ્કાર કર્યા, કરીને આમ કહ્યું – હે દેવાનુપ્રિય ! અમે વિપુલ અશનાદિ તૈયાર કરાવેલ છે, તેથી હે દેવાનુપ્રિય ! આપણે જઈએ અને વિપુલ અશનાદિનું આસ્વાદન કરતા યાવત્ પાલન કરતા વિચરીએ. ત્યારે તે શંખ શ્રાવકે પુષ્કલી શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપ્રિય! તે વિપુલ અશનાદિનું આસ્વાદન યાવત્ ધર્મ જાગરિકા કરતા વિચરવુ કલ્પતુ નથી, મને પૌષધશાળામાં પૌષધસહ યાવત્ વિચરવું કલ્પે છે. હે દેવાનુપ્રિયો! તમે બધા સ્વ ઇચ્છાનુસાર તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનું આસ્વાદન કરતા યાવત્ વિચરો. ત્યારે તે પુષ્કલી શ્રાવક, શંખ શ્રાવક પાસેથી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચ થઈ જ્યાં તે શ્રાવકો હતા, ત્યાં આવ્યો, આવીને તે શ્રાવકોને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! શંખશ્રાવક પૌષધશાળામાં પાક્ષિક પૌષધ ગ્રહીને યાવત્ રહ્યો છે, તેણે કહ્યું છે કે –. હે દેવાનુપ્રિયો! તમે સ્વેચ્છાથી તે વિપુલ અશનાદિને આસ્વાદતા યાવત્ વિચરો, શંખ શ્રાવક હાલ આવતો નથી. ત્યારે તે શ્રાવકોએ તે વિપુલ અશનાદિને આસ્વાદતા યાવત્ રહ્યા. ત્યારે તે શંખ શ્રાવકને મધ્યરાત્રિએ ધર્મ જાગરિકા કરતા આ, આવા પ્રકારનો યાવત્ સંકલ્પ સમુત્પન્ન થયો. મારે કાલે યાવત્ સૂર્ય જાજ્વલ્યમાન થતાં શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમી યાવત્ પર્યુપાસના કરીને, ત્યાંથી પાછા ફરીને પાક્ષિક પૌષધ પારવો શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચારીને, બીજે દિવસે પ્રાત:કાલે સૂર્યોદય થતાં યાવત્ પૌષધશાળાથી નીકળે છે, નીકળીને પ્રવેશયોગ્ય શુદ્ધ, મંગલ, વસ્ત્રોને સારી રીતે પહેર્યા, પોતાના ઘેરથી નીકળ્યો, નીકળીને પગે ચાલતો શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચથી થઈને યાવત્ પર્યુપાસે છે. તેને અભિગમ નથી. ત્યારે તે સર્વે શ્રાવકો કાલ સૂર્ય જાજ્વલ્યમાન થતા, સ્નાન કર્યું, બલિકર્મ કર્યું યાવત્ શરીરને અલંકૃત કરીને પોત – પોતાના ઘરોથી નીકળ્યા, એક સ્થાને ભેગા થયા, થઈને બાકીનું પૂર્વવત્ યાવત્ પર્યુપાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે, તે શ્રાવકોને તથા પર્ષદાને ધર્મકથા કહી યાવત્ તેઓ આજ્ઞાના આરાધક થયા. ત્યારપછી તે શ્રાવકો ભગવંતની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત – સંતુષ્ટ થઈ ઉત્થાનથી ઉઠે છે, ઉઠીને ભગવંતને વાંદી – નમીને જ્યાં શંખ શ્રાવક છે ત્યાં આવીને, શંખ શ્રાવકને આમ કહ્યું – હે દેવાનુપ્રિય! કાલે તે અમને એમ કહ્યું કે – દેવાનુપ્રિયો ! તમે સ્વેચ્છાથી વિપુલ અશનાદિ કરતા યાવત્ વિચરો, ત્યારે તું એકલો પૌષધશાળામાં યાવત્ રહ્યો, હે દેવાનુપ્રિય! તમે ઠીક અમારી હેલના કરી. હે આર્યો! એમ ભગવંતે તે શ્રાવકોને આમંત્રીને કહ્યું – હે આર્યો ! તમે શંખ શ્રાવકની હીલના – નિંદા – ખિંસા – ગર્હા – અવમાનના ન કરો. શંખ શ્રાવક પ્રિયધર્મી, દૃઢધર્મી છે, તેણે સુદક્ષ જાગરિકા કરી છે. સૂત્ર– ૫૩૨. ભગવન્ ! એમ કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! જાગરિકા કેટલા ભેદે છે ? ગૌતમ ! જાગરિકા ત્રણ ભેદે છે, તે આ – બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા, સુદક્ષ જાગરિકા. ભગવન્ ! ત્રણ જાગરિકા કહી, તેનું શું કારણ છે ? ગૌતમ ! જે આ અરહંત ભગવંત ઉત્પન્ન જ્ઞાન – દર્શનધર આદિ જેમ ‘સ્કંદક’માં કહ્યા, યાવત્ સર્વજ્ઞ, સર્વદર્શી છે, તે બુદ્ધ છે, બુદ્ધ – જાગરિકા જાગે છે, તેની પ્રમાદ રહિત અવસ્થાને ‘બુદ્ધ જાગરીકા’ કહે છે. જે આ અણગાર ભગવંતો ઇર્યા સમિત, ભાષા સમિત, યાવત્ ગુપ્ત બ્રહ્મચારી છે, તેઓ અબુદ્ધ (અસર્વજ્ઞ)જાગરિકાથી જાગે છે.તેઓની ધર્મ જાગરણાને ‘અબુદ્ધ જાગરિકા’ કહે છે. જે આ શ્રાવકો જીવાજીવના જ્ઞાતા છે યાવત્ તપોકર્મથી આત્માને ભાવિત કરતા વિચરે છે, તેઓની જાગરિકાને સુદક્ષ જાગરિકા જાગે છે. તેથી હે ગૌતમ ! એમ કહે છે કે ત્રિવિધા જાગરિકા યાવત્ સુદક્ષ જાગરિકા છે. સૂત્ર સંદર્ભ– ૫૩૦–૫૩૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] tenam kalenam tenam samaenam savatthi namam nagari hottha–vannao. Kotthae cheie–vannao. Tattha nam savatthie nagarie bahave samkhappamokkha samanovasaya parivasamti–addha java bahujanassa aparibhuya, abhigayajivajiva java ahapariggahiehim tavo-kammehim appanam bhavemana viharamti. Tassa nam samkhassa samanovasagassa uppala nama bhariya hottha–sukumalapanipaya java suruva, samanovasiya abhigayajivajiva java ahapariggahiehim tavokammehim appanam bhavemani viharai. Tattha nam savatthie nagarie pokkhali namam samanovasae parivasai–addhe, abhigayajivajive java ahapariggahiehim tavokammehim appanam bhavemane viharai. Tenam kalenam tenam samaenam sami samosadhe. Parisa java pajjuvasai. Tae nam te samanovasaga imise kahae laddhattha samana jaha alabhiyae java pajjuvasamti. Tae nam samane bhagavam mahavire tesim samanovasaganam tise ya mahatimahaliyae pari-sae dhammam parikahei java parisa padigaya. Tae nam te samanovasaga samanassa bhagavao mahavirassa amtiyam dhammam sochcha nisamma hatthatuttha samanam bhagavam mahaviram vamdamti namamsamti, vamditta namamsitta pasinaim puchchhamti, puchchhitta atthaim pariyadiyamti, pariyadiyitta utthae utthemti, utthetta samanassa bhagavao mahavirassa amtiyao kotthayao cheiyao padinikkhamamti, padinikkhamitta jeneva savatthi nagari teneva paharettha gamanae | ||
Sutra Meaning Transliteration : | Sutra– 530. Te kale, te samaye shravasti name nagari hati. Koshthaka chaitya hatum.(nagari ane chaityanum varnana uvavai sutra anusara janavum) te shravasti nagarimam shamkha adi ghana shravako raheta hata. Teo samriddha yavat aparibhuta hata, jivajivana jnyata hata yavat svayam svikrita tapokarma vade atmane bhavita karata vicharata hata. Te shamkha shravakane utpala name patni hati. Te sukumala yavat surupa, shravika, jivajivani jnyata yavat vicharati hati. Te shravasti nagarimam pushkali name shravaka hato, samriddha yavat aparibhuta hato, jivajivano jnyata hato, yavata svikrita tapokarma vade atmane bhavita karata vicharato hato. Te kale, te samaye bhagavamta mahavira svami padharya, parshada nikali yavat paryupase chhe. Tyare te shravakoe bhagavamtana agamanana samachara sambhaline a vrittamta janyo, alabhika nagarina shravakoni maphaka vamdana mate gaya yavat paryupase chhe. Tyare shramana bhagavamta mahavire te shravakone tatha te moti parshadane dharmakatha kahi, yavat parshada pachhi gai. Te shramanopasako bhagavamta pase dharma sambhaline, avadharine harshita – samtushta thaya. Bhagavamta mahavirane vamdana – namaskara karya, vamdi – namine prashno puchhe chhe, tena arthone grahana kare chhe, tyara pachhi potana utthanathi uthi, bhagavamta pasethi, koshthaka chaityathi nikali, shravasti nagari javane ravana thaya. Sutra– 531. Tyare te shamkha shravake, te shravakone ama kahyum – he devanupriyo ! Tame vipula ashana, pana, khadima, svadima taiyara karavo pachhi apane vipula ashanadinum asvadana karata, visvadana karata, bhojana karata – karavata pakshika paushadhanum anupalana karata vicharishum. Tyare te shravako, shamkha shravakana a kathanane vinayapurvaka svikare chhe, Tyarapachhi te shamkha shravakane a ava prakarano manogata samkalpa yavat utpanna thayo – te vipula ashanadinum asvadana adi karata, vishesha asvadana karata, paraspara apata ane bhogavata, pakshika paushadhanum anupalana kari vicharavum, mara mate shreyaskara nathi. Pana mari paushadhashalamam brahmachari rahi, mani – suvarnana tyaga kari, mala – varnaka – vilepanathi rahita thai, shastra – musala adina tyagarupa, ekala, koina satha vina, darbha – samstarake besine pakshika – paushadhanum anupalana kari vicharavum shreyaskara chhe. A pramane vicharine jyam shravasti nagari chhe, jyam potanum ghara chhe, jyam utpala shravika chhe, tyam ave chhe. Avine utpala shravikane puchhine, jyam paushadhashala chhe, tyam ave chhe, avine paushadhashalamam praveshe chhe, paushadhashalamam praveshine paushadhashala pramarje chhe, pramarjine uchchara prasravana bhumine padilehe chhe pachhi darbhano samtharo pathare chhe, patharine tena upara arudha thaya chhe. Pachhi paushadhashalamam brahmacharyapurvaka pakshika paushadha yavat palana karato rahe chhe. Tyare te shravako jyam shravasti nagari, jyam potana gharo chhe tyam ave chhe, avine vipula ashanadi taiyara karave chhe, karavine paraspara bolave chhe, bolavine ama kahyum – e pramane he devanupriyo ! Ame te vipula ashanadi taiyara karavya chhe, shamkha shravaka haji avela nathi, to he devanupriyo ! Apane shamkha shravakane bolavie te shreya chhe. Tyare te pushkali shravaka, te shravakone ama kahe chhe – tame badha sari rite svastha ane vishvasta thaine beso, hum shamkha shravakane bolavi lavum chhum, ema kahine te shravako pasethi nikalyo, nikaline shravasti nagarini vachchovachcha thaine shamkha shravakana ghera avyo, avine shamkha shravakana gharamam praveshyo. Tyare te utpala shravikae pushkali shravakane avata joine harshita – samtushta thai, asanethi ubhi thaine sata – atha pagala same gai, jaine pushkali shravakane vamdana – namaskara karya, karine asana grahana karava nimamtrana apyum. Pachhi ama kahyum – he devanupriya ! Apana agamanana prayojanane janavo. Tyare pushkali shravake utpala shravikane a pramane kahyum – he devanupriya ! Shamkha shravaka kyam chhe\? Tyare te utpala shravikae pushkali shravakane ama kahyum – he devanupriya ! Shamkha shravaka paushadhashalamam brahmacharipane pakshika paushadha svikari yavat rahela chhe. Tyare te pushkali shravaka paushadhashalamam shamkha shravaka pase gayo. Jaine gamanagamana pratikramyu, pratikramine shamkha shravakane vamdana – namaskara karya, karine ama kahyum – he devanupriya ! Ame vipula ashanadi taiyara karavela chhe, tethi he devanupriya ! Apane jaie ane vipula ashanadinum asvadana karata yavat palana karata vicharie. Tyare te shamkha shravake pushkali shravakane ama kahyum – he devanupriya! Te vipula ashanadinum asvadana yavat dharma jagarika karata vicharavu kalpatu nathi, mane paushadhashalamam paushadhasaha yavat vicharavum kalpe chhe. He devanupriyo! Tame badha sva ichchhanusara te vipula ashana, pana, khadima, svadimanum asvadana karata yavat vicharo. Tyare te pushkali shravaka, shamkha shravaka pasethi paushadhashalathi nikalyo, nikaline shravasti nagarini vachchovachcha thai jyam te shravako hata, tyam avyo, avine te shravakone ama kahyum – he devanupriyo ! Shamkhashravaka paushadhashalamam pakshika paushadha grahine yavat rahyo chhe, tene kahyum chhe ke –. He devanupriyo! Tame svechchhathi te vipula ashanadine asvadata yavat vicharo, shamkha shravaka hala avato nathi. Tyare te shravakoe te vipula ashanadine asvadata yavat rahya. Tyare te shamkha shravakane madhyaratrie dharma jagarika karata a, ava prakarano yavat samkalpa samutpanna thayo. Mare kale yavat surya jajvalyamana thatam shramana bhagavamta mahavirane vamdi, nami yavat paryupasana karine, tyamthi pachha pharine pakshika paushadha paravo shreyaskara chhe. A pramane vicharine, bije divase prata:kale suryodaya thatam yavat paushadhashalathi nikale chhe, nikaline praveshayogya shuddha, mamgala, vastrone sari rite paherya, potana gherathi nikalyo, nikaline page chalato shravasti nagarini vachchovachchathi thaine yavat paryupase chhe. Tene abhigama nathi. Tyare te sarve shravako kala surya jajvalyamana thata, snana karyum, balikarma karyum yavat sharirane alamkrita karine pota – potana gharothi nikalya, eka sthane bhega thaya, thaine bakinum purvavat yavat paryupase chhe. Tyare shramana bhagavamta mahavire, te shravakone tatha parshadane dharmakatha kahi yavat teo ajnyana aradhaka thaya. Tyarapachhi te shravako bhagavamtani pase dharma sambhali, avadhari, harshita – samtushta thai utthanathi uthe chhe, uthine bhagavamtane vamdi – namine jyam shamkha shravaka chhe tyam avine, shamkha shravakane ama kahyum – He devanupriya! Kale te amane ema kahyum ke – devanupriyo ! Tame svechchhathi vipula ashanadi karata yavat vicharo, tyare tum ekalo paushadhashalamam yavat rahyo, he devanupriya! Tame thika amari helana kari. He aryo! Ema bhagavamte te shravakone amamtrine kahyum – he aryo ! Tame shamkha shravakani hilana – nimda – khimsa – garha – avamanana na karo. Shamkha shravaka priyadharmi, dridhadharmi chhe, tene sudaksha jagarika kari chhe. Sutra– 532. Bhagavan ! Ema kahine gautamasvamie shramana bhagavamta mahavirane vamdana namaskara karya, vamdi, namine a pramane kahyum – bhagavan ! Jagarika ketala bhede chhe\? Gautama ! Jagarika trana bhede chhe, te a – buddha jagarika, abuddha jagarika, sudaksha jagarika. Bhagavan ! Trana jagarika kahi, tenum shum karana chhe\? Gautama ! Je a arahamta bhagavamta utpanna jnyana – darshanadhara adi jema ‘skamdaka’mam kahya, yavat sarvajnya, sarvadarshi chhe, te buddha chhe, buddha – jagarika jage chhe, teni pramada rahita avasthane ‘buddha jagarika’ kahe chhe. Je a anagara bhagavamto irya samita, bhasha samita, yavat gupta brahmachari chhe, teo abuddha (asarvajnya)jagarikathi jage chhE.Teoni dharma jagaranane ‘abuddha jagarika’ kahe chhe. Je a shravako jivajivana jnyata chhe yavat tapokarmathi atmane bhavita karata vichare chhe, teoni jagarikane sudaksha jagarika jage chhe. Tethi he gautama ! Ema kahe chhe ke trividha jagarika yavat sudaksha jagarika chhe. Sutra samdarbha– 530–532 |