Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104025
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-११

Translated Chapter :

શતક-૧૧

Section : उद्देशक-१२ आलभिका Translated Section : ઉદ્દેશક-૧૨ આલભિકા
Sutra Number : 525 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तेणं कालेणं तेणं समएणं आलभिया नामं नगरी होत्था–वण्णओ। संखवने चेइए–वण्णओ। तत्थ णं आलभियाए नगरीए बहवे इसिभद्दपुत्तपामोक्खा समणोवासया परिवसंति–अड्ढा जाव बहुजनस्स अपरिभूया अभिगयजीवा-जीवा जाव अहापरिग्गहिएहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणा विहरंति। तए णं तेसिं समणोवासयाणं अन्नया कयाइ एगयओ समुवागयाणं सहियाणं सन्निविट्ठाणं सण्णिसण्णाणं अयमेयारूवे मिहोकहासमुल्लावे समुप्पज्जित्था–देवलोगेसु णं अज्जो! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? तए णं से इसिभद्दपुत्ते समणोवासए देवट्ठिती-गहियट्ठे ते समणोवासए एवं वयासी–देवलोएसु णं अज्जो! देवाणं जहन्नेणं दसवाससहस्साइं ठिती पन्नत्ता, तेण परं समयाहिया, दुसमयाहिया, तिसमयाहिया जाव दससमयाहिया, संखेज्जसमया-हिया, असंखेज्जसमयाहिया, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं ठिती पन्नत्ता। तेण परं वोच्छिन्ना देवा य देवलोगा य। तए णं ते समणोवासया इसिभद्दपुत्तस्स समणोवासगस्स एवमाइक्खमाणस्स जाव एवं परूवेमाणस्स एयमट्ठं नो सद्दहंति नो पत्तियंति नो रोयंति, एयमट्ठं असद्दहमाणा अपत्तियमाणा अरोयमाणा जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया।
Sutra Meaning : સૂત્ર– ૫૨૫. તે કાળે, તે સમયે આલભિકા નામે નગરી હતી. શંખવન ચૈત્ય હતું.(નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું) તે આલભિકા નગરીમાં ઋષિભદ્રપુત્ર પ્રમુખ ઘણા શ્રમણોપાસકો રહેતા હતા. તેઓ આઢ્ય યાવત્‌ અપરિભૂત હતા. જીવાજીવના જ્ઞાતા હતા, યાવત્‌ વિચરતા હતા. ત્યારે તે શ્રાવકો અન્ય કોઈ દિવસે એક સાથે એકત્રિત થઈ બેઠેલા, તે શ્રાવકોમાં પરસ્પર આ આવા પ્રકારનો વાર્તાલાપ થયો. હે આર્યો ! દેવલોકમાં દેવોની સ્થિતિ કેટલા કાળની કહી છે ? ત્યારે તે ઋષિભદ્ર શ્રમણોપાસક દેવસ્થિતિનો જ્ઞાતા હતો, તેણે તે શ્રાવકોને આમ કહ્યું – હે આર્યો ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક, દ્વિસમયાધિક યાવત્‌ દશ સમયાધિક, સંખ્યાત સમયાધિક, અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સ્થિતિ કહી, તેના પછી દેવ કે દેવલોક નથી. ત્યારે તે શ્રાવકો ઋષિભદ્રપુત્ર શ્રાવકના આ પ્રમાણે આખ્યાનથી યાવત્‌ આ પ્રરૂપણાથી, આ અર્થની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રુચિ ન કરી. આ અર્થની અશ્રદ્ધા કરતા, અપ્રીતિ કરતા, અરુચિ કરતા જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. સૂત્ર– ૫૨૬. તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવત્‌ પધાર્યા યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે. ત્યારે તે શ્રાવકો આ વૃત્તાંત જાણીને હર્ષિત, તુષ્ટિત આદિ, જેમ ‘તુંગિકા’ ઉદ્દેશમાં છે તેમ જાણવું યાવત્‌ પર્યુપાસે છે. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રાવકોને અને તે મોટી પર્ષદાને ધર્મકથા કહી યાવત્‌ આજ્ઞાના આરાધક થયા. ત્યારે તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી હર્ષિત – તુષ્ટિત થઈ ઉત્થાનથી ઉઠ્યા, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરને વાંદી, નમીને આ પ્રમાણે કહ્યું પૂછ્યું –. ભગવન્‌ ! એ પ્રમાણે ઋષિભદ્રપુત્ર શ્રાવકે અમને એમ કહ્યું યાવત્‌ પ્રરૂપ્યુ કે – હે આર્યો ! દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે, તેના પછી સમયાધિક યાવત્‌ પછી દેવ કે દેવલોક નથી. હે ભગવન્‌ ! આમ કઈ રીતે હોય ? આર્યોને આમંત્રીને શ્રમણ ભગવાન મહાવીરે તે શ્રાવકોને આમ કહ્યું – હે આર્યો ! જે ઋષિભદ્રપુત્ર શ્રાવકે તમને આ પ્રમાણે કહ્યું છે યાવત્‌ પ્રરૂપેલ છે – હે આર્યો ! દેવલોકમાં દેવોની જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ કહી છે, તેના પછી સમયાધિક સ્થિતિ કહી૦ યાવત્‌ તેના પછી દેવો, દેવલોક નથી, આ અર્થ સત્ય છે. હું પણ હે આર્યો ! આમ જ કહું છું યાવત્‌ પ્રરૂપું છું – હે આર્યો ! દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષની સ્થીતિ આદિ પૂર્વવત્‌ જાણવું, તેના પછી દેવ કે દેવલોક નથી, તે સત્ય છે. ત્યારપછી તે શ્રાવકો શ્રમણ ભગવંત મહાવીરની પાસે આ અર્થને સાંભળીને, અવધારીને, ભગવન્‌ને વંદન – નમન કરીને જ્યાં ઋષિભદ્રપુત્ર શ્રાવક હતો ત્યાં ગયા, જઈને ઋષિભદ્રપુત્ર શ્રાવકને વંદન – નમસ્કાર કરીને આ અર્થને સારી રીતે વિનયથી વારંવાર ખમાવે છે. ત્યારપછી શ્રાવકોએ ભગવંતને પ્રશ્નો પૂછ્યા, તેના અર્થો ગ્રહણ કર્યા, કરીને ભગવંત મહાવીરને વંદન – નમસ્કાર કર્યા, પછી જે દિશામાંથી આવ્યા હતા, તે જ દિશામાં પાછા ગયા. સૂત્ર– ૫૨૭. ભગવન્‌ ! એ રીતે આમંત્રીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવન મહાવીરને વાંદી – નમીને આમ પૂછ્યું – હે ભગવન્‌ ! ઋષિભદ્રપુત્ર શ્રાવક આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી અણગારિક પ્રવ્રજ્યા લેવા સમર્થ છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ગૌતમ ! ઋષિભદ્રપુત્ર શ્રાવક ઘણા શીલવ્રત – ગુણવ્રત – વેરમણ – પ્રત્યાખ્યાન – પૌષધોપવાસ – યથાપરિગૃહિત તપો કર્મથી આત્માને ભાવિત કરતા, ઘણા વર્ષોનો શ્રાવકપર્યાય પાળશે. પાળીને માસિકી સંલેખના વડે આત્માને ઝોસિત કરી, માસિકી સંલેખનાથી ૬૦ ભક્તોને અનશન વડે છેદીને, આલોચના – પ્રતિક્રમણ કરીને સમાધિ પામીને, કાળ માસે કાળ કરી, સૌધર્મકલ્પમાં અરુણાભ વિમાને દેવપણે ઉપજશે, ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમ સ્થિતિ કહી છે, ત્યાં ઋષિભદ્રપુત્ર દેવની પણ ચાર પલ્યોપમ સ્થિતિ થશે. ભગવન્‌ ! તે ઋષિભદ્રપુત્ર દેવ તે દેવલોકથી આયુ – ભવ – સ્થિતિનો ક્ષય થતા યાવત્‌ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્‌ અંત કરશે. ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે, એમ કહીને ગૌતમ સ્વામી યાવત્‌ આત્માને ભાવિત કરતા વિચરે છે. સૂત્ર– ૫૨૮. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે આલભિકા નગરીના શંખવન ચૈત્યથી નીકળે છે, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરતા વિચરે છે. તે કાળે, તે સમયે આલભિકા નામક નગરી – વર્ણન. ત્યાં શંખવન ચૈત્ય હતું – (વર્ણન). તે શંખવન ચૈત્યથી દૂર નહીં, નિકટ નહીં તેવા સ્થાને, પુદ્‌ગલ નામે પરિવ્રાજક રહેતો હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, યાવત્‌ નયોમાં સુપરિનિષ્ઠિત હતો. નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપોકર્મ વડે, ઉર્ધ્વ હાથ રાખી યાવત્‌ આતાપના લેતા વિચરે છે. ત્યારે તે પુદ્‌ગલને છઠ્ઠ – છઠ્ઠના તપથી યાવત્‌ આતાપના લેતા, પ્રકૃતિભદ્રતાથી શિવરાજર્ષિની જેમ યાવત્‌ વિભંગ અજ્ઞાન સમુત્પન્ન થયું, તે તે સમુત્પન્ન વિભંગજ્ઞાનથી બ્રહ્મલોક કલ્પે રહેલ દેવોની સ્થિતિને જાણે છે, જુએ છે ત્યારે તે પુદ્‌ગલ પરિવ્રાજકને આ – આવા સ્વરૂપનો મનોગત યાવત્‌ સંકલ્પ ઉત્પન્ન થયો – મને અતિશય જ્ઞાન – દર્શન સમુત્પન્ન થયા છે, દેવલોકમાં દેવોની જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિ છે, તેની પછી સમયાધિક, દ્વિસમયાધિક યાવત્‌ ઉત્કૃષ્ટથી અસંખ્યાત સમયાધિક, ઉત્કૃષ્ટથી દશ સાગરોપમ સ્થિતિ છે, તેની પછી દેવો અને દેવલોક નથી. આ પ્રમાણે વિચારીને આતાપના ભૂમિથી ઉતરે છે, ઉતરીને ત્રિદંડકુંડિકા યાવત્‌ ધાતુરક્ત વસ્ત્રોને ગ્રહણ કરે છે, કરીને જ્યાં આલભિકા નગરી છે, જ્યાં પરિવ્રાજકોનો મઠ છે, ત્યાં આવે છે, આવીને ભાંડોપગરણ મૂકે છે, પછી આલભિકા નગરીમાં શૃંગાટક યાવત્‌ માર્ગોમાં એકમેકને આ પ્રમાણે કહે છે યાવત્‌ પ્રરૂપે છે – હે દેવાનુપ્રિયો! મને અતિશય જ્ઞાન – દર્શન ઉત્પન્ન થયેલ છે. દેવલોકે દેવોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ છે ઇત્યાદિ પૂર્વવત્‌. પછી દેવલોક અને દેવ નથી. ત્યારે આલભિકા નગરીમાં આ આલાવાથી જેમ શિવ રાજામાં કહ્યું, તે પ્રમાણે કહેવું યાવત્‌ તે વાત કેમ માનવી ? ભગવંત મહાવીર સ્વામી પધાર્યા. યાવત્‌ ધર્મશ્રવણ કરીને પર્ષદા પાછી ફરી. ગૌતમસ્વામી તે પ્રમાણે જ ભિક્ષાચર્યાએ નીકળ્યા, તે પ્રમાણે જ ઘણા લોકોના શબ્દો સાંભળ્યા. તે પ્રમાણે જ ઘણા લોકોના શબ્દો સાંભળીને તે પ્રમાણે જ બધુ કહેવું યાવત્‌ હે ગૌતમ ! હું વળી આ પ્રમાણે કહું છું, આ પ્રમાણે ભાખુ છું યાવત્‌ પ્રરૂપું છું કે – દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની કહી છે, તેના પછી સમયાધિક, બે સમયાધિક યાવત્‌ ઉત્કૃષ્ટથી તેંત્રીશ સાગરોપમની સ્થિતિ કહેલી છે. તેના પછી દેવો અને દેવલોક વિચ્છિન્ન થાય છે અર્થાત્‌ દેવ – દેવલોક નથી. ભગવન્‌ ! સૌધર્મ કલ્પમાં વર્ણ સહિત અને વર્ણરહિત દ્રવ્ય અન્યોન્યબદ્ધ છે ? ઇત્યાદિ પૂર્વવત્‌ કહેવુ. યાવત્‌ તેમ જ છે. આ પ્રમાણે જ ઇશાનમાં પણ યાવત્‌ અચ્યુતમાં કહેવું. આ પ્રમાણે જ ગ્રૈવેયક વિમાનોમાં અને અનુત્તર વિમાનમાં પણ કહેવું. ઇષત્‌ પ્રાગ્ભારામાં પણ યાવત્‌ તેમ જ છે. ત્યારે આલભિકા નગરીના શૃંગાટક, ત્રિક, ઇત્યાદિ બધુ જેમ શિવરાજર્ષિમાં કહ્યું તેમ કહેવું યાવત્‌ પુદ્‌ગલ અણગાર સર્વ દુઃખોથી મુક્ત થયા. વિશેષ એ – ત્રિદંડકુંડિક યાવત્‌ ધાતુરક્ત વસ્ત્ર પહેર્યા હતા. વિભંગજ્ઞાન પડી ગયું આલભિકા નગરીની વચ્ચોવચ્ચથી નીકળે છે યાવત્‌ ઉત્તર – પૂર્વ દિશામાં જાય છે, જઈને ત્રિદંડકુંડિક આદિ જેમ સ્કંદકમાં કહ્યું તેમ યાવત્‌ પ્રવ્રજિત થયો. બાકીનું શિવરાજર્ષિ માફક કહેવું યાવત્‌ શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવે છે, સિદ્ધ થાય છે. ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૫૨૫–૫૨૮
Mool Sutra Transliteration : [sutra] tenam kalenam tenam samaenam alabhiya namam nagari hottha–vannao. Samkhavane cheie–vannao. Tattha nam alabhiyae nagarie bahave isibhaddaputtapamokkha samanovasaya parivasamti–addha java bahujanassa aparibhuya abhigayajiva-jiva java ahapariggahiehim tavokammehim appanam bhavemana viharamti. Tae nam tesim samanovasayanam annaya kayai egayao samuvagayanam sahiyanam sannivitthanam sannisannanam ayameyaruve mihokahasamullave samuppajjittha–devalogesu nam ajjo! Devanam kevatiyam kalam thiti pannatta? Tae nam se isibhaddaputte samanovasae devatthiti-gahiyatthe te samanovasae evam vayasi–devaloesu nam ajjo! Devanam jahannenam dasavasasahassaim thiti pannatta, tena param samayahiya, dusamayahiya, tisamayahiya java dasasamayahiya, samkhejjasamaya-hiya, asamkhejjasamayahiya, ukkosenam tettisam sagarovamaim thiti pannatta. Tena param vochchhinna deva ya devaloga ya. Tae nam te samanovasaya isibhaddaputtassa samanovasagassa evamaikkhamanassa java evam paruvemanassa eyamattham no saddahamti no pattiyamti no royamti, eyamattham asaddahamana apattiyamana aroyamana jameva disam paubbhuya tameva disam padigaya.
Sutra Meaning Transliteration : Sutra– 525. Te kale, te samaye alabhika name nagari hati. Shamkhavana chaitya hatum.(nagari ane chaityanum varnana uvavai sutranusara janavum) te alabhika nagarimam rishibhadraputra pramukha ghana shramanopasako raheta hata. Teo adhya yavat aparibhuta hata. Jivajivana jnyata hata, yavat vicharata hata. Tyare te shravako anya koi divase eka sathe ekatrita thai bethela, te shravakomam paraspara a ava prakarano vartalapa thayo. He aryo ! Devalokamam devoni sthiti ketala kalani kahi chhe\? Tyare te rishibhadra shramanopasaka devasthitino jnyata hato, tene te shravakone ama kahyum – he aryo ! Devalokamam devoni jaghanya sthiti 10,000 varsha chhe, tena pachhi samayadhika, dvisamayadhika yavat dasha samayadhika, samkhyata samayadhika, asamkhyata samayadhika, utkrishta 33 sagaropama sthiti kahi, tena pachhi deva ke devaloka nathi. Tyare te shravako rishibhadraputra shravakana a pramane akhyanathi yavat a prarupanathi, a arthani shraddha na kari, pratiti na kari, ruchi na kari. A arthani ashraddha karata, apriti karata, aruchi karata je dishamamthi avya hata, te dishamam pachha gaya. Sutra– 526. Te kale, te samaye shramana bhagavana mahavira yavat padharya yavat parshada paryupase chhe. Tyare te shravako a vrittamta janine harshita, tushtita adi, jema ‘tumgika’ uddeshamam chhe tema janavum yavat paryupase chhe. Tyare shramana bhagavamta mahavire te shravakone ane te moti parshadane dharmakatha kahi yavat ajnyana aradhaka thaya. Tyare te shravako shramana bhagavamta mahavirani pase dharma sambhali, avadhari harshita – tushtita thai utthanathi uthya, uthine shramana bhagavamta mahavirane vamdi, namine a pramane kahyum puchhyum –. Bhagavan ! E pramane rishibhadraputra shravake amane ema kahyum yavat prarupyu ke – he aryo ! Devalokamam devoni jaghanya sthiti 10,000 varsha chhe, tena pachhi samayadhika yavat pachhi deva ke devaloka nathi. He bhagavan ! Ama kai rite hoya\? Aryone amamtrine shramana bhagavana mahavire te shravakone ama kahyum – He aryo ! Je rishibhadraputra shravake tamane a pramane kahyum chhe yavat prarupela chhe – he aryo ! Devalokamam devoni jaghanyathi 10,000 varsha sthiti kahi chhe, tena pachhi samayadhika sthiti kahi0 yavat tena pachhi devo, devaloka nathi, a artha satya chhe. Hum pana he aryo ! Ama ja kahum chhum yavat prarupum chhum – he aryo ! Devalokamam devoni jaghanya 10,000 varshani sthiti adi purvavat janavum, tena pachhi deva ke devaloka nathi, te satya chhe. Tyarapachhi te shravako shramana bhagavamta mahavirani pase a arthane sambhaline, avadharine, bhagavanne vamdana – namana karine jyam rishibhadraputra shravaka hato tyam gaya, jaine rishibhadraputra shravakane vamdana – namaskara karine a arthane sari rite vinayathi varamvara khamave chhe. Tyarapachhi shravakoe bhagavamtane prashno puchhya, tena artho grahana karya, karine bhagavamta mahavirane vamdana – namaskara karya, pachhi je dishamamthi avya hata, te ja dishamam pachha gaya. Sutra– 527. Bhagavan ! E rite amamtrine gautamasvamie shramana bhagavana mahavirane vamdi – namine ama puchhyum – he bhagavan ! Rishibhadraputra shravaka apa devanupriyani pase mumda thaine, gharathi nikali anagarika pravrajya leva samartha chhe\? He gautama ! Te artha samartha nathi. He gautama ! Rishibhadraputra shravaka ghana shilavrata – gunavrata – veramana – pratyakhyana – paushadhopavasa – yathaparigrihita tapo karmathi atmane bhavita karata, ghana varshono shravakaparyaya palashe. Paline masiki samlekhana vade atmane jhosita kari, masiki samlekhanathi 60 bhaktone anashana vade chhedine, alochana – pratikramana karine samadhi pamine, kala mase kala kari, saudharmakalpamam arunabha vimane devapane upajashe, tyam ketalaka devoni chara palyopama sthiti kahi chhe, tyam rishibhadraputra devani pana chara palyopama sthiti thashe. Bhagavan ! Te rishibhadraputra deva te devalokathi ayu – bhava – sthitino kshaya thata yavat kyam utpanna thashe\? Gautama ! Te mahavideha kshetramam siddha thashe yavat amta karashe. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe, ema kahine gautama svami yavat atmane bhavita karata vichare chhe. Sutra– 528. Tyarapachhi shramana bhagavamta mahavira anya koi divase alabhika nagarina shamkhavana chaityathi nikale chhe, nikaline bahya janapadamam vihara karata vichare chhe. Te kale, te samaye alabhika namaka nagari – varnana. Tyam shamkhavana chaitya hatum – (varnana). Te shamkhavana chaityathi dura nahim, nikata nahim teva sthane, pudgala name parivrajaka raheto hato. Te rigveda, yajurveda, yavat nayomam suparinishthita hato. Niramtara chhaththa chhaththana tapokarma vade, urdhva hatha rakhi yavat atapana leta vichare chhe. Tyare te pudgalane chhaththa – chhaththana tapathi yavat atapana leta, prakritibhadratathi shivarajarshini jema yavat vibhamga ajnyana samutpanna thayum, te te samutpanna vibhamgajnyanathi brahmaloka kalpe rahela devoni sthitine jane chhe, jue chhe Tyare te pudgala parivrajakane a – ava svarupano manogata yavat samkalpa utpanna thayo – mane atishaya jnyana – darshana samutpanna thaya chhe, devalokamam devoni jaghanya 10,000 varsha sthiti chhe, teni pachhi samayadhika, dvisamayadhika yavat utkrishtathi asamkhyata samayadhika, utkrishtathi dasha sagaropama sthiti chhe, teni pachhi devo ane devaloka nathi. A pramane vicharine atapana bhumithi utare chhe, utarine tridamdakumdika yavat dhaturakta vastrone grahana kare chhe, karine jyam alabhika nagari chhe, jyam parivrajakono matha chhe, tyam ave chhe, avine bhamdopagarana muke chhe, pachhi alabhika nagarimam shrimgataka yavat margomam ekamekane a pramane kahe chhe yavat prarupe chhe – He devanupriyo! Mane atishaya jnyana – darshana utpanna thayela chhe. Devaloke devoni jaghanya sthiti 10,000 varsha chhe ityadi purvavat. Pachhi devaloka ane deva nathi. Tyare alabhika nagarimam a alavathi jema shiva rajamam kahyum, te pramane kahevum yavat te vata kema manavi\? Bhagavamta mahavira svami padharya. Yavat dharmashravana karine parshada pachhi phari. Gautamasvami te pramane ja bhikshacharyae nikalya, te pramane ja ghana lokona shabdo sambhalya. Te pramane ja ghana lokona shabdo sambhaline te pramane ja badhu kahevum yavat he gautama ! Hum vali a pramane kahum chhum, a pramane bhakhu chhum yavat prarupum chhum ke – devalokamam devoni jaghanya sthiti dasha hajara varshani kahi chhe, tena pachhi samayadhika, be samayadhika yavat utkrishtathi temtrisha sagaropamani sthiti kaheli chhe. Tena pachhi devo ane devaloka vichchhinna thaya chhe arthat deva – devaloka nathi. Bhagavan ! Saudharma kalpamam varna sahita ane varnarahita dravya anyonyabaddha chhe\? Ityadi purvavat kahevu. Yavat tema ja chhe. A pramane ja ishanamam pana yavat achyutamam kahevum. A pramane ja graiveyaka vimanomam ane anuttara vimanamam pana kahevum. Ishat pragbharamam pana yavat tema ja chhe. Tyare alabhika nagarina shrimgataka, trika, ityadi badhu jema shivarajarshimam kahyum tema kahevum yavat pudgala anagara sarva duhkhothi mukta thaya. Vishesha e – tridamdakumdika yavat dhaturakta vastra paherya hata. Vibhamgajnyana padi gayum Alabhika nagarini vachchovachchathi nikale chhe yavat uttara – purva dishamam jaya chhe, jaine tridamdakumdika adi jema skamdakamam kahyum tema yavat pravrajita thayo. Bakinum shivarajarshi maphaka kahevum yavat shashvata ane avyabadha sukhane anubhave chhe, siddha thaya chhe. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 525–528