Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103995 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-११ |
Translated Chapter : |
શતક-૧૧ |
Section : | उद्देशक-१ उत्पल | Translated Section : | ઉદ્દેશક-૧ ઉત્પલ |
Sutra Number : | 495 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] उववाओ परिमाणं अवहारुच्चत्त बंध वेदे य। उदए उदीरणाए लेसा दिट्ठी य नाणे य ॥ | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: અહીં ત્રણ દ્વારગાથા વડે આ ઉદ્દેશાના ૩૩ દ્વારોના નામોનો ઉલ્લેખ છે. તે આ પ્રમાણે – અનુવાદ: સૂત્ર– ૪૯૫. ઉપપાત, પરિમાણ, અપહાર, ઉંચાઈ, બંધ, વેદ, ઉદય, ઉદીરણા, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન. સૂત્ર– ૪૯૬. યોગ, ઉપયોગ, વર્ણ, રસાદિ, ઉચ્છ્વાસ, આહાર, વિરતિ, ક્રિયા, બંધ, સંજ્ઞા, કષાય, સ્ત્રીવેદ, બંધ. સૂત્ર– ૪૯૭. સંજ્ઞી, ઇન્દ્રિય, અનુબંધ, સંવેધ, આહાર, સ્થિતિ, સમુદ્ઘાત, ચ્યવન, મૂલાદિમાં સર્વ જીવોનો ઉપપાત. સૂત્ર– ૪૯૮. તે કાળે, તે સમયે, રાજગૃહ નગરમાં ગૌતમસ્વામીએ યાવત્ પર્યુપાસના કરતા આ પ્રમાણે કહ્યું – ૧. ભગવન્ ! એક પત્રવાળું ઉત્પલ એક જીવ છે કે અનેક જીવ ? ગૌતમ ! તે એક જીવવાળું છે, અનેક જીવવાળુ નથી. તેમાં જે બીજા જીવો ઉત્પન્ન થાય પછી તે એક જીવવાળું નથી, પણ અનેક જીવવાળું થાય છે. ભગવન્ ! તે જીવો ઉત્પલમાં ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી, તિર્યંચથી, મનુષ્યથી કે દેવોથી આવીને ઉપજે છે ? ગૌતમ ! નૈરયિકથી આવીને ઉપજતા નથી, તિર્યંચયોનિકમાં, મનુષ્ય અને દેવમાંથી આવીને ઉપજે છે. એ પ્રમાણે ઉપપાત કહેવા; જેમ પ્રજ્ઞાપના સૂત્રના ‘વ્યુત્ક્રાંતિક પદ’માં કહ્યું છે, તે મુજબ વનસ્પતિકાયિક જીવોનો ઉપપાત કહેવો, યાવત્ તે ઉત્પલ જીવ ઈશાનકલ્પથી આવીને ઉત્પન્ન થાય છે. ૨. ભગવન્ ! તે જીવો એક સમયમાં કેટલા ઉત્પન્ન થાય ? ગૌતમ ! જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટથી સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય. ૩. ભગવન્ ! તે જીવો સમયે સમયે કઢાતા – કઢાતા કેટલો કાળ થાય ? ગૌતમ ! ઉત્પલના અસંખ્ય જીવો સમયે સમયે કઢાતા અસંખ્યાત ઉત્સર્પિણી – અવસર્પિણી સુધી કાઢે તો પણ પૂરા ખાલી થતા નથી. જો કે કોઈએ આ રીતે કરેલ નથી અને કરતા પણ નથી. ૪. ભગવન્ ! તે ઉત્પલ જીવો શરીરની અવગાહનાથી કેટલા મોટા કહ્યા છે ? ગૌતમ ! તે જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ છે, ઉત્કૃષ્ટથી સાતિરેક ૧૦૦૦ યોજન છે. ૫. ભગવન્ ! તે ઉત્પલ જીવો જ્ઞાનાવરણીય કર્મના બંધક છે કે અબંધક ? ગૌતમ ! અબંધક નથી. બંધક કે બંધકો છે. એ પ્રમાણે આયુંને છોડીને અંતરાયકર્મ સુધી જાણવું. ભગવન્ ! તે ઉત્પલ જીવો આયુકર્મનાં બંધક છે કે અબંધક ?. ગૌતમ ! ૧. બંધક કે ૨. અબંધક, ૩.બંધકો કે ૪.અબંધકો અથવા ૫.બંધક અને અબંધક અથવા ૬.બંધક અને અબંધકો અથવા ૭.બંધકો અને અબંધક અથવા ૮.બંધકો અને અબંધકો. આ આઠ ભંગ છે. ૬. ભગવન્ ! તે ઉત્પલજીવો જ્ઞાનાવરણીય કર્મના વેદક કે અવેદક ? ગૌતમ ! અવેદક નથી, વેદક છે અથવા વેદકો છે. અંતરાયકર્મ સુધી આ પ્રમાણે જાણવું. ભગવન્ ! તે ઉત્પલજીવો શાતાવેદક છે કે અશાતાવેદક ? ગૌતમ ! શાતાવેદક કે અશાતાવેદક હોય ઇત્યાદિ આઠ ભંગ બંધકવત્. જાણવા. ૭. ભગવન્ ! તે ઉત્પલજીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે કે અનુદયવાળા ? ગૌતમ ! અનુદયવાળા નથી, ઉદયવાળો કે ઉદયવાળા છે. એ પ્રમાણે અંતરાયકર્મ, સુધીજાણવું. ૮. ભગવન્ ! તે ઉત્પલજીવો જ્ઞાનાવરણીય કર્મના ઉદીરક છે ? ગૌતમ ! અનુદીરક નથી, ઉદીરક કે ઉદીરકો છે. એ રીતે અંતરાયકર્મ સુધી જાણવું. વિશેષ એ કે – વેદનીય અને આયુ કર્મના આઠ ભંગો કહેવા. ૯. ભગવન્ ! તે ઉત્પલજીવો, કૃષ્ણલેશ્યાવાલા છે કે યાવત્ તેજોલેશ્યાવાળા છે ? ગૌતમ ! કૃષ્ણલેશ્યક યાવત્ તેજોલેશ્યક હોય અથવા અનેક જીવો કૃષ્ણલેશ્યા કે યાવત્ તેજોલેશ્યાવાળા છે, અથવા એક કૃષ્ણલેશ્યા અને એક નીલલેશ્યાવાળો છે. આ પ્રમાણે દ્વિકસંયોગી, ત્રિકસંયોગી, ચતુષ્કસંયોગી, એ બધા મળીને ૮૦ ભંગો થાય. ૧૦. ભગવન્ ! તે ઉત્પલજીવો સમ્યક્દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ કે સમ્યગ્ મિથ્યાદૃષ્ટિ છે ? ગૌતમ ! તે સમ્યક્ કે સમ્યક્મિથ્યા – દૃષ્ટિ નથી, પણ મિથ્યાદૃષ્ટિ જ છે. ૧૧. ભગવન્ ! તે ઉત્પલજીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે ? ગૌતમ ! જ્ઞાની નથી, અજ્ઞાની કે અજ્ઞાનીઓ છે. ૧૨. ભગવન્ ! તે ઉત્પલજીવો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી ? ગૌતમ ! મનયોગી કે વચનયોગી નથી, કાયયોગી કે કાયયોગીઓ છે. ૧૩. ભગવન્ ! તે ઉત્પલજીવો સાકારોપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? એક જીવ સાકારોપયુક્ત કે એક જીવ અનાકારોપયુક્ત આદિ આઠ ભંગો છે. ૧૪ – ૧૫. ભગવન્ ! તે ઉત્પલજીવોના શરીરો કેટલા વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા કહ્યા છે ? ગૌતમ ! પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ, આઠ સ્પર્શવાળા હોય, ઉત્પલ જીવ સ્વયં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રહિત છે. ૧૬. ભગવન્ ! તે ઉત્પલ જીવો ઉચ્છ્વાસ – નિઃશ્વાસ યુક્ત છે કે ઉચ્છ્વાસ – નિઃશ્વાસ રહિત છે ? ગૌતમ ! ૧. ઉચ્છ્વાસક, ૨. નિઃશ્વાસક, ૩. નોઉચ્છ્વાસ – નિઃશ્વાસક, ૪. ઉચ્છ્વાસકો, ૫. નિઃશ્વાસકો, ૬. નોઉચ્છ્વાસકો – નિઃશ્વાસકો એ છ ભંગ – અથવા – ઉચ્છ્વાસક અને નિઃશ્વાસક ના ચાર ભંગ, અથવા ઉચ્છ્વાસક અને નોઉચ્છ્વાસ – નિઃશ્વાસકના ચાર ભંગ અથવા નિઃશ્વાસક અને નોઉચ્છ્વાસ – નિઃશ્વાસકના ચાર ભંગ અથવા ઉચ્છ્વાસક, નિઃશ્વાસક અને નોઉચ્છ્વાસ – નિઃશ્વાસકના આઠ ભંગ. એ રીતે ૨૬ ભંગો થાય છે. ૧૭. તે ઉત્પલ જીવો ભગવન્ ! આહારક છે કે અનાહારક ? ગૌતમ ! તે અણાહારક નથી. કોઈ આહારક કે કોઇ અણાહારક એ પ્રમાણે આઠ ભંગો છે. ૧૮. ભગવન્ ! તે ઉત્પલજીવો વિરત છે, અવિરત છે, વિરતાવિરત છે ? ગૌતમ ! વિરત કે વિરતાવિરત નથી, અવિરત કે અવિરતો છે. ૧૯. ભગવન્ ! તે ઉત્પલજીવો સ – ક્રિય છે કે અ – ક્રિય ? ગૌતમ ! તેઓ અ – ક્રિય નથી, સક્રિય કે સક્રિયો છે. ૨૦. ભગવન્ ! તે ઉત્પલજીવો સપ્તવિધબંધક છે કે અષ્ટવિધબંધક ? ગૌતમ ! તે સપ્તવિધબંધક છે કે અષ્ટવિધબંધક છે અહી પૂર્વોક્ત આઠ ભંગ કહેવા. ૨૧. ભગવન્ ! તે ઉત્પલજીવો આહારસંજ્ઞોપયુક્ત, ભયસંજ્ઞોપયુક્ત, મૈથુનસંજ્ઞોપયુક્ત કેપરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે ? ગૌતમ ! આહારસંજ્ઞોપયુક્ત આદિ ૮૦ ભંગ કહેવા જોઈએ. ૨૨. ભગવન્ ! તે ઉત્પલજીવો ક્રોધકષાયી છે, માનકષાયી છે, માયાકષાયી છે કે લોભકષાયી ? ગૌતમ ! ક્રોધકષાય આદિ ચારે કષાય ભજનાએ હોય છે, તેથી તેમાં ૮૦ ભંગો કહેવા. ૨૩. ભગવન્ ! તે ઉત્પલજીવો સ્ત્રીવેદક છે, પુરુષવેદક છે કે નપુંસકવેદક છે ? ગૌતમ ! સ્ત્રી કે પુરુષવેદક નથી. નપુંસકવેદક કે નપુંસક – વેદકો છે. ૨૪. ભગવન્ ! તે ઉત્પલજીવો સ્ત્રીવેદ – પુરુષવેદ કે નપુંસકવેદ બંધક છે ? ગૌતમ ! સ્ત્રી – પુરુષ – નપુંસક વેદ બંધકના ૨૬ ભંગ. ૨૫. ભગવન્ ! તે ઉત્પલજીવો સંજ્ઞી છે કે અસંજ્ઞી ? ગૌતમ ! તે સંજ્ઞી નથી, અસંજ્ઞી કે અસંજ્ઞીઓ છે. ૨૬. ભગવન્ ! તે જીવો સ – ઇન્દ્રિય છે કે અનિન્દ્રિય? ગૌતમ ! અનિન્દ્રિય નથી, સઇન્દ્રિય કે સઇન્દ્રિયો છે. ૨૭. ભગવન્ ! તે જીવ, ઉત્પલપણે કાળથી કેટલો કાળ રહે ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યકાળ. ૨૮. ભગવન્ ! તે ઉત્પલ જીવ, પૃથ્વીજીવમાં જઈ ફરી ઉત્પલજીવ કેટલા કાળે થાય? કેટલા કાળે ગતિ – આગતિ કરે ? ગૌતમ ! ભવાદેશે જઘન્યથી બે ભવ ગ્રહણ કરે, ઉત્કૃષ્ટથી અસંખ્ય ભવ ગ્રહણ કરે. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત – ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિ – આગતિ કરે. ભગવન્ ! તે ઉત્પલ જીવ અપ્કાયપણે ઉત્પન્ન થઈને ફરી ઉત્પલજીવ કેટલા કાળે થાય? એ પ્રમાણે પૃથ્વી જીવમાં કહ્યા મુજબ કહેવું, યાવત્ વાયુજીવમાં પણ આ પ્રમાણે કહેવું. ભગવન્ ! તે ઉત્પલ જીવ, વનસ્પતિ જીવરૂપે ઉત્પન્ન થઈ, ફરી ઉત્પલ જીવરૂપે કેટલો કાળ રહે, કેટલા કાળે ગતિ – આગતિ કરે ? ગૌતમ ! ભવાદેશથી જઘન્ય બે ભવ ગ્રહણ – ઉત્કૃષ્ટ અનંત ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ – તરુકાળ. આટલો કાળ રહે, આટલા કાળે ગતિ – આગતિ કરે છે. ભગવન્ ! તે જીવ, બેઇન્દ્રિય જીવમાં જઈને ફરી ઉત્પલ જીવ રૂપે કેટલો કાળ રહે ? કેટલો કાળ ગતિ – આગતિ કરે ? ગૌતમ ! ભવાદેશથી જઘન્યે બે ભવ ગ્રહણ, ઉત્કૃષ્ટે સંખ્યાત – ભવગ્રહણ, કાલ આદેશથી જઘન્યે બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટે સંખ્યાતકાળ રહે, આટલો કાળ ગતિ – આગતિ કરે. એ પ્રમાણે તેઇન્દ્રિય જીવ, ચતુરિન્દ્રિય જીવમાં જાણવું. ભગવન્ ! ઉત્પલજીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં જઈને ફરી ઉત્પલ જીવમાં કેટલો કાળ રહે ? પૃચ્છા. ગૌતમ! ભવાદેશથી જઘન્યે બે ભવગ્રહણ, ઉત્કૃષ્ટે આઠ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યે બે અંતર્મુહૂર્ત્ત ઉત્કૃષ્ટે પૂર્વ કોડિ પૃથક્ત્વ, આટલો કાળ રહે, આટલો કાળ ગતિ – આગતિ કરે. એ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવુ યાવત્ આટલો કાળ ગતિ આગતિ કરે. ૨૯. ભગવન્ ! જીવ શેનો આહાર કરે છે ? ગૌતમ ! દ્રવ્યથી અનંતપ્રદેશિક દ્રવ્યોને, એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપના સૂત્રના ૨૮ પદમાં આહારોદ્દેશકમાં વનસ્પતિકાયિકનો આહાર કહ્યો તેમજ યાવત્ સર્વાત્મના આહાર કરે છે. વિશેષ – નિયમા છ દિશાથી આહાર કરે. બાકી પૂર્વવત્. ૩૦. ભગવન્ ! તે જીવોની કેટલી કાલ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ. ૩૧. ભગવન્ ! તે ઉત્પલજીવોને કેટલા સમુદ્ઘાત હોય ? ગૌતમ ! તેને ત્રણ સમુદ્ઘાત હોય છે – વેદના, કષાય અને મારણાંતિક સમુદ્ઘાત. ૩૨. ભગવન્ ! તે ઉત્પલજીવ મારણાંતિક સમુદ્ઘાતથી સમવહત થઈને મરે કે અસમવહત થઈને મરે છે ? ગૌતમ ! તે સમવહત થઈને પણ મરે કે અસમવહત થઈને પણ મરે છે ૩૩. ભગવન્ ! તે ઉત્પલજીવ ઉદ્વર્તીને (મરીને) તુરંત ક્યાં જાય, ક્યાં ઉત્પન્ન થાય છે ? તેઓ શું નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે કે તિર્યંચયોનિકમાં આદિ ? ગૌતમ ! એ પ્રમાણે જેમ પ્રજ્ઞાપનાસૂત્રના ‘વ્યુત્ક્રાંતિ’ પદમાં ઉદ્વર્તના પ્રકરણમાં વનસ્પતિકાયિક જીવોમાં કહ્યું તે પ્રમાણે કહેવું. ૩૪. ભગવન્ ! હવે પ્રશ્ન છે કે –. સર્વે પ્રાણો – ભૂતો – જીવો – સત્વો શું ઉત્પલના મૂળપણે – કંદપણે – નાળપણે – પત્રપણે – કેસરપણે – કર્ણિકાપણે – સ્તિબુકના રૂપમાં પૂર્વે ઉત્પન્ન થયા છે ? ગૌતમ ! સર્વ પ્રાણ – ભૂત – જીવ – સત્વ અનેકવાર કે અનંતવાર પૂર્વોક્તરૂપે ઉત્પન્ન થયા છે. ભગવન્ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૪૯૫–૪૯૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] uvavao parimanam avaharuchchatta bamdha vede ya. Udae udiranae lesa ditthi ya nane ya. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: Ahim trana dvaragatha vade a uddeshana 33 dvarona namono ullekha chhe. Te a pramane – Anuvada: Sutra– 495. Upapata, parimana, apahara, umchai, bamdha, veda, udaya, udirana, leshya, drishti, jnyana. Sutra– 496. Yoga, upayoga, varna, rasadi, uchchhvasa, ahara, virati, kriya, bamdha, samjnya, kashaya, striveda, bamdha. Sutra– 497. Samjnyi, indriya, anubamdha, samvedha, ahara, sthiti, samudghata, chyavana, muladimam sarva jivono upapata. Sutra– 498. Te kale, te samaye, rajagriha nagaramam gautamasvamie yavat paryupasana karata a pramane kahyum – 1. Bhagavan ! Eka patravalum utpala eka jiva chhe ke aneka jiva\? Gautama ! Te eka jivavalum chhe, aneka jivavalu nathi. Temam je bija jivo utpanna thaya pachhi te eka jivavalum nathi, pana aneka jivavalum thaya chhe. Bhagavan ! Te jivo utpalamam kyamthi avine utpanna thaya chhe\? Nairayikathi, tiryamchathi, manushyathi ke devothi avine upaje chhe\? Gautama ! Nairayikathi avine upajata nathi, tiryamchayonikamam, manushya ane devamamthi avine upaje chhe. E pramane upapata kaheva; jema prajnyapana sutrana ‘vyutkramtika pada’mam kahyum chhe, te mujaba vanaspatikayika jivono upapata kahevo, yavat te utpala jiva ishanakalpathi avine utpanna thaya chhe. 2. Bhagavan ! Te jivo eka samayamam ketala utpanna thaya\? Gautama ! Jaghanyathi eka, be ke trana. Utkrishtathi samkhyata ke asamkhyata utpanna thaya. 3. Bhagavan ! Te jivo samaye samaye kadhata – kadhata ketalo kala thaya\? Gautama ! Utpalana asamkhya jivo samaye samaye kadhata asamkhyata utsarpini – avasarpini sudhi kadhe to pana pura khali thata nathi. Jo ke koie a rite karela nathi ane karata pana nathi. 4. Bhagavan ! Te utpala jivo sharirani avagahanathi ketala mota kahya chhe\? Gautama ! Te jaghanyathi amgulano asamkhyata bhaga chhe, utkrishtathi satireka 1000 yojana chhe. 5. Bhagavan ! Te utpala jivo jnyanavaraniya karmana bamdhaka chhe ke abamdhaka\? Gautama ! Abamdhaka nathi. Bamdhaka ke bamdhako chhe. E pramane ayumne chhodine amtarayakarma sudhi janavum. Bhagavan ! Te utpala jivo ayukarmanam bamdhaka chhe ke abamdhaka\?. Gautama ! 1. Bamdhaka ke 2. Abamdhaka, 3.Bamdhako ke 4.Abamdhako athava 5.Bamdhaka ane abamdhaka athava 6.Bamdhaka ane abamdhako athava 7.Bamdhako ane abamdhaka athava 8.Bamdhako ane abamdhako. A atha bhamga chhe. 6. Bhagavan ! Te utpalajivo jnyanavaraniya karmana vedaka ke avedaka\? Gautama ! Avedaka nathi, vedaka chhe athava vedako chhe. Amtarayakarma sudhi a pramane janavum. Bhagavan ! Te utpalajivo shatavedaka chhe ke ashatavedaka\? Gautama ! Shatavedaka ke ashatavedaka hoya ityadi atha bhamga bamdhakavat. Janava. 7. Bhagavan ! Te utpalajivo jnyanavaraniya karmana udayavala chhe ke anudayavala\? Gautama ! Anudayavala nathi, udayavalo ke udayavala chhe. E pramane amtarayakarma, sudhijanavum. 8. Bhagavan ! Te utpalajivo jnyanavaraniya karmana udiraka chhe\? Gautama ! Anudiraka nathi, udiraka ke udirako chhe. E rite amtarayakarma sudhi janavum. Vishesha e ke – vedaniya ane ayu karmana atha bhamgo kaheva. 9. Bhagavan ! Te utpalajivo, krishnaleshyavala chhe ke yavat tejoleshyavala chhe\? Gautama ! Krishnaleshyaka yavat tejoleshyaka hoya athava aneka jivo krishnaleshya ke yavat tejoleshyavala chhe, athava eka krishnaleshya ane eka nilaleshyavalo chhe. A pramane dvikasamyogi, trikasamyogi, chatushkasamyogi, e badha maline 80 bhamgo thaya. 10. Bhagavan ! Te utpalajivo samyakdrishti, mithyadrishti ke samyag mithyadrishti chhe\? Gautama ! Te samyak ke samyakmithya – drishti nathi, pana mithyadrishti ja chhe. 11. Bhagavan ! Te utpalajivo jnyani chhe ke ajnyani chhe\? Gautama ! Jnyani nathi, ajnyani ke ajnyanio chhe. 12. Bhagavan ! Te utpalajivo manoyogi chhe, vachanayogi chhe ke kayayogi\? Gautama ! Manayogi ke vachanayogi nathi, kayayogi ke kayayogio chhe. 13. Bhagavan ! Te utpalajivo sakaropayukta chhe ke anakaropayukta\? Eka jiva sakaropayukta ke eka jiva anakaropayukta adi atha bhamgo chhe. 14 – 15. Bhagavan ! Te utpalajivona shariro ketala varna, gamdha, rasa, sparshavala kahya chhe\? Gautama ! Pamcha varna, pamcha rasa, be gamdha, atha sparshavala hoya, utpala jiva svayam varna, gamdha, rasa, sparsha rahita chhe. 16. Bhagavan ! Te utpala jivo uchchhvasa – nihshvasa yukta chhe ke uchchhvasa – nihshvasa rahita chhe\? Gautama ! 1. Uchchhvasaka, 2. Nihshvasaka, 3. Nouchchhvasa – nihshvasaka, 4. Uchchhvasako, 5. Nihshvasako, 6. Nouchchhvasako – nihshvasako e chha bhamga – athava – uchchhvasaka ane nihshvasaka na chara bhamga, athava uchchhvasaka ane nouchchhvasa – nihshvasakana chara bhamga athava nihshvasaka ane nouchchhvasa – nihshvasakana chara bhamga athava uchchhvasaka, nihshvasaka ane nouchchhvasa – nihshvasakana atha bhamga. E rite 26 bhamgo thaya chhe. 17. Te utpala jivo bhagavan ! Aharaka chhe ke anaharaka\? Gautama ! Te anaharaka nathi. Koi aharaka ke koi anaharaka e pramane atha bhamgo chhe. 18. Bhagavan ! Te utpalajivo virata chhe, avirata chhe, viratavirata chhe\? Gautama ! Virata ke viratavirata nathi, avirata ke avirato chhe. 19. Bhagavan ! Te utpalajivo sa – kriya chhe ke a – kriya\? Gautama ! Teo a – kriya nathi, sakriya ke sakriyo chhe. 20. Bhagavan ! Te utpalajivo saptavidhabamdhaka chhe ke ashtavidhabamdhaka\? Gautama ! Te saptavidhabamdhaka chhe ke ashtavidhabamdhaka chhe ahi purvokta atha bhamga kaheva. 21. Bhagavan ! Te utpalajivo aharasamjnyopayukta, bhayasamjnyopayukta, maithunasamjnyopayukta keparigraha samjnyopayukta chhe\? Gautama ! Aharasamjnyopayukta adi 80 bhamga kaheva joie. 22. Bhagavan ! Te utpalajivo krodhakashayi chhe, manakashayi chhe, mayakashayi chhe ke lobhakashayi\? Gautama ! Krodhakashaya adi chare kashaya bhajanae hoya chhe, tethi temam 80 bhamgo kaheva. 23. Bhagavan ! Te utpalajivo strivedaka chhe, purushavedaka chhe ke napumsakavedaka chhe\? Gautama ! Stri ke purushavedaka nathi. Napumsakavedaka ke napumsaka – vedako chhe. 24. Bhagavan ! Te utpalajivo striveda – purushaveda ke napumsakaveda bamdhaka chhe\? Gautama ! Stri – purusha – napumsaka veda bamdhakana 26 bhamga. 25. Bhagavan ! Te utpalajivo samjnyi chhe ke asamjnyi\? Gautama ! Te samjnyi nathi, asamjnyi ke asamjnyio chhe. 26. Bhagavan ! Te jivo sa – indriya chhe ke anindriya? Gautama ! Anindriya nathi, saindriya ke saindriyo chhe. 27. Bhagavan ! Te jiva, utpalapane kalathi ketalo kala rahe\? Jaghanyathi amtarmuhurtta, utkrishtathi asamkhyakala. 28. Bhagavan ! Te utpala jiva, prithvijivamam jai phari utpalajiva ketala kale thaya? Ketala kale gati – agati kare\? Gautama ! Bhavadeshe jaghanyathi be bhava grahana kare, utkrishtathi asamkhya bhava grahana kare. Kaladeshathi jaghanya be amtarmuhurtta – utkrishtathi asamkhyatakala, atalo kala rahe, atalo kala gati – agati kare. Bhagavan ! Te utpala jiva apkayapane utpanna thaine phari utpalajiva ketala kale thaya? E pramane prithvi jivamam kahya mujaba kahevum, yavat vayujivamam pana a pramane kahevum. Bhagavan ! Te utpala jiva, vanaspati jivarupe utpanna thai, phari utpala jivarupe ketalo kala rahe, ketala kale gati – agati kare\? Gautama ! Bhavadeshathi jaghanya be bhava grahana – utkrishta anamta bhava grahana. Kaladeshathi jaghanya be amtarmuhurtta, utkrishta anamtakala – tarukala. Atalo kala rahe, atala kale gati – agati kare chhe. Bhagavan ! Te jiva, beindriya jivamam jaine phari utpala jiva rupe ketalo kala rahe\? Ketalo kala gati – agati kare\? Gautama ! Bhavadeshathi jaghanye be bhava grahana, utkrishte samkhyata – bhavagrahana, kala adeshathi jaghanye be amtarmuhurtta, utkrishte samkhyatakala rahe, atalo kala gati – agati kare. E pramane teindriya jiva, chaturindriya jivamam janavum. Bhagavan ! Utpalajiva pamchendriya tiryamchayonikamam jaine phari utpala jivamam ketalo kala rahe\? Prichchha. Gautama! Bhavadeshathi jaghanye be bhavagrahana, utkrishte atha bhavagrahana. Kaladeshathi jaghanye be amtarmuhurtta utkrishte purva kodi prithaktva, atalo kala rahe, atalo kala gati – agati kare. E pramane manushyamam pana janavu yavat atalo kala gati agati kare. 29. Bhagavan ! Jiva sheno ahara kare chhe\? Gautama ! Dravyathi anamtapradeshika dravyone, e pramane jema prajnyapana sutrana 28 padamam aharoddeshakamam vanaspatikayikano ahara kahyo temaja yavat sarvatmana ahara kare chhe. Vishesha – niyama chha dishathi ahara kare. Baki purvavat. 30. Bhagavan ! Te jivoni ketali kala sthiti chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi 10,000 varsha. 31. Bhagavan ! Te utpalajivone ketala samudghata hoya\? Gautama ! Tene trana samudghata hoya chhe – vedana, kashaya ane maranamtika samudghata. 32. Bhagavan ! Te utpalajiva maranamtika samudghatathi samavahata thaine mare ke asamavahata thaine mare chhe\? Gautama ! Te samavahata thaine pana mare ke asamavahata thaine pana mare chhe 33. Bhagavan ! Te utpalajiva udvartine (marine) turamta kyam jaya, kyam utpanna thaya chhe\? Teo shum nairayikomam utpanna thaya chhe ke tiryamchayonikamam adi\? Gautama ! E pramane jema prajnyapanasutrana ‘vyutkramti’ padamam udvartana prakaranamam vanaspatikayika jivomam kahyum te pramane kahevum. 34. Bhagavan ! Have prashna chhe ke –. Sarve prano – bhuto – jivo – satvo shum utpalana mulapane – kamdapane – nalapane – patrapane – kesarapane – karnikapane – stibukana rupamam purve utpanna thaya chhe\? Gautama ! Sarva prana – bhuta – jiva – satva anekavara ke anamtavara purvoktarupe utpanna thaya chhe. Bhagavan ! Apa kaho chho, te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 495–498 |