Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103968
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-९

Translated Chapter :

શતક-૯

Section : उद्देशक-३३ कुंडग्राम Translated Section : ઉદ્દેશક-૩૩ કુંડગ્રામ
Sutra Number : 468 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] तए णं भगवं गोयमे जमालिं अनगारं कालगयं जाणित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ नमंसइ, वंदित्ता नमंसित्ता एवं वयासी– एवं खलु देवानुप्पियाणं अंतेवासि कुसिस्से जमाली नामं अनगारे से णं भंते! जमाली अनगारे कालमासे कालं किच्चा कहिं गए? कहिं उववन्ने? गोयमादी! समणे भगवं महावीरे भगवं गोयमं एवं वयासी– एवं खलु गोयमा! ममं अंतेवासी कुसिस्से जमाली नामं अनगारे, से णं तदा ममं एवमाइक्खमाणस्स एवं भासमाणस्स एवं पण्णवेमाणस्स एवं परूवेमाणस्स एतमट्ठं नो सद्दहइ नो पत्तियइ नो रोएइ, एतमट्ठं असद्दहमाणे अपत्तियमाणे अरोएमाणे, दोच्चं पि ममं अंतियाओ आयाए अवक्कमइ, अवक्कमित्ता बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिनिवेसेहि य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणे वुप्पाएमाणे बहूइं वासाइं सामण्णपरियागं पाउणित्ता, अद्धमासियाए संलेहणाए अत्ताणं ज्झूसेत्ता, तीसं भत्ताइं अनसणाए छेदेत्ता तस्स ठाणस्स अनालोइयपडिक्कंते कालमासे कालं किच्चा लंतए कप्पे तेरससागरोवमठितीएसु देवकिव्विसिएसु देवेसु देवकिव्विसियत्ताए उववन्ने।
Sutra Meaning : સૂત્ર– ૪૬૮. ત્યારે તે ગૌતમસ્વામીએ જમાલિ અણગારને કાલગત જાણીને જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવ્યા, આવીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન – નમસ્કાર કર્યા, કરીને આ પ્રમાણે કહ્યું – એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો અંતેવાસી જમાલિ નામક અણગાર નિશ્ચે કુશિષ્ય હતો. હે ભગવન્‌ ! તે જમાલિ અણગાર કાળમાસે કાળ કરીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? ગૌતમ આદિને આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું – મારો અંતેવાસી જમાલિ નામે નિશ્ચે કુશિષ્ય હતો. તે સમયે મારા દ્વારા કહેવાયા યાવત્‌ પ્રરૂપાયા છતા તેણે એ કથનની શ્રદ્ધા આદિ ન કર્યા, આ કથનને શ્રદ્ધાદિ ન કરતા, બીજી વખત પણ મારી પાસેથી, પોતાની મેળે ચાલ્યો ગયો. જઈને ઘણા અસત્‌ ભાવોને પ્રગટ કરતો યાવત્‌ તે કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થયો. સૂત્ર– ૪૬૯. ભગવન્‌ ! દેવ કિલ્બિષિક કેટલા ભેદે કહ્યા છે ? ગૌતમ ! કિલ્બિષિક દેવો ત્રણ ભેદે કહ્યા છે. તે આ રીતે – ત્રણ પલ્યોપમ સ્થિતિક, ત્રણ સાગરોપમ સ્થિતિક, તેર સાગરોપમ સ્થિતિક. ભગવન્‌ ! ત્રિપલ્યોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ ક્યાં વસે છે ? ગૌતમ ! જ્યોતિષ્કની ઉપર અને સૌધર્મ – ઈશાન કલ્પની નીચે, આ ત્રિપલ્યોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ વસે છે. ભગવન્‌ ! ત્રિસાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ ક્યાં વસે છે ? ગૌતમ ! સૌધર્મ – ઈશાન કલ્પની ઉપર અને સનત્કુમાર માહેન્દ્ર કલ્પની નીચે ત્રિસાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ વસે છે. ભગવન્‌ ! તેર સાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ ક્યાં વસે છે ? ગૌતમ ! બ્રહ્મલોક કલ્પની ઉપર અને લાન્તક કલ્પની નીચે તેર સાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવ વસે છે. ભગવન્‌ ! ક્યા કર્મોના ગ્રહણથી કિલ્બિષિક દેવ, કિલ્બિષિક દેવપણામાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! જે આ જીવો આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ કે સંઘના પ્રત્યનીકો હોય છે. આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનારા, અવર્ણવાદ કરનારા, અકીર્તિ કરનારા, ઘણા અસત્‌ ભાવોનું ઉદ્‌ભાવન કરનારા, મિથ્યાત્વના અભિનિવેશ વડે પોતાને – પરને – ઉભયને વ્યુદ્‌ગ્રાહિત કરનારા, દુર્બોધ કરનારા, ઘણા વર્ષો શ્રામણ્ય પર્યાય પાળીને, તે સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના કાળમાસે કાળ કરીને કોઈ એક કિલ્બિષિક દેવમાં કિલ્બિષિક દેવપણે ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે – ત્રિ પલ્યોપમ સ્થિતિકોમાં, ત્રિ સાગરોપમ સ્થિતિકોમાં અને તેર સાગરોપમ સ્થિતિકોમાં. ભગવન્‌ ! કિલ્બિષિક દેવો, તે દેવલોકથી આયુનો ક્ષય થતા, ભવનો ક્ષય થતા, સ્થિતિનો ક્ષય થતા ચ્યવીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! યાવત્‌ કેટલાક દેવો. ચાર, પાંચ ભવ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવના ગ્રહણ કરીને એટલો સંસાર ભટકીને ત્યારપછી સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે યાવત્‌ અંત કરે છે. કેટલાક કિલ્બિષિક અનાદિ – અનંત, દીર્ઘ માર્ગવાળા ચાતુરંત સંસારમાં ભટકે છે. ભગવન્‌ ! શું જમાલિ અણગાર અરસ આહારી, વિરસ આહારી, અંત આહારી, પ્રાંત આહારી, રૂક્ષ આહારી, તુચ્છ આહારી અને અરસજીવી – વિરસજીવી યાવત્‌ તુચ્છ જીવી, ઉપશાંતજીવી, પ્રશાંતજીવી, વિવિક્તજીવી હતો ? હા, ગૌતમ ! જમાલિ અણગાર અરસાહારી, વિરસાહારી યાવત્‌ વિવિક્તજીવી હતો. ભગવન્‌ ! જો જમાલિ અણગાર અરસાહારી યાવત્‌ વિવિક્તજીવી હતો, તો ભગવન્‌ ! તે કાળમાસે કાળ કરીને લાંતક કલ્પમાં તેર સાગરોપમ સ્થિતિક કિલ્બિષિક દેવમાં કિલ્બિષિકપણે કેમ ઉપજ્યો? ગૌતમ ! તે જમાલિ અણગાર, આચાર્યનો પ્રત્યનીક, ઉપાધ્યાયનો પ્રત્યનીક, આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર યાવત્‌ અવર્ણવાદ કરનારો હતો યાવત્‌ તે મિથ્યાભિનિવેશ દ્વારા પોતાને, અન્યને અને ઉભયને ભ્રાંત અને મિથ્યાત્વી કરતા હતા. તેથી ઘણા વર્ષો શ્રામણ્ય પર્યાયનું પાલન કરવા છતાં અર્ધમાસિક સંલેખના દ્વારા શરીરને કૃશ કરીને, ત્રીશ ભક્તને અનશન વડે છેદીને, પણ તે પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ ન કરીને કાળમાસે કાળ કરીને લાંતકકલ્પે તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્બિષિક દેવપણે ઉપજ્યો. સૂત્ર– ૪૭૦. ભગવન્‌ ! જમાલિ દેવ, તે દેવલોકથી દેવના આયુનો ક્ષય કરીને યાવત્‌ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! ચાર – પાંચ ભવ તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવના ગ્રહણ કરી, એટલો કાળ સંસાર ભમીને, ત્યારપછી સિદ્ધ થશે યાવત્‌ સર્વ દુઃખનો અંત કરશે. ભગવન્‌ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૪૬૮–૪૭૦
Mool Sutra Transliteration : [sutra] tae nam bhagavam goyame jamalim anagaram kalagayam janitta jeneva samane bhagavam mahavire teneva uvagachchhai, uvagachchhitta samanam bhagavam mahaviram vamdai namamsai, vamditta namamsitta evam vayasi– evam khalu devanuppiyanam amtevasi kusisse jamali namam anagare se nam bhamte! Jamali anagare kalamase kalam kichcha kahim gae? Kahim uvavanne? Goyamadi! Samane bhagavam mahavire bhagavam goyamam evam vayasi– evam khalu goyama! Mamam amtevasi kusisse jamali namam anagare, se nam tada mamam evamaikkhamanassa evam bhasamanassa evam pannavemanassa evam paruvemanassa etamattham no saddahai no pattiyai no roei, etamattham asaddahamane apattiyamane aroemane, dochcham pi mamam amtiyao ayae avakkamai, avakkamitta bahuhim asabbhavubbhavanahim michchhattabhinivesehi ya appanam cha param cha tadubhayam cha vuggahemane vuppaemane bahuim vasaim samannapariyagam paunitta, addhamasiyae samlehanae attanam jjhusetta, tisam bhattaim anasanae chhedetta tassa thanassa analoiyapadikkamte kalamase kalam kichcha lamtae kappe terasasagarovamathitiesu devakivvisiesu devesu devakivvisiyattae uvavanne.
Sutra Meaning Transliteration : Sutra– 468. Tyare te gautamasvamie jamali anagarane kalagata janine jyam shramana bhagavamta mahavira hata, tyam avya, avine shramana bhagavamta mahavirane vamdana – namaskara karya, karine a pramane kahyum – E pramane apa devanupriyano amtevasi jamali namaka anagara nishche kushishya hato. He bhagavan ! Te jamali anagara kalamase kala karine kyam gayo\? Kyam utpanna thayo\? Gautama adine amamtrine shramana bhagavamta mahavire gautamasvamine a pramane kahyum – maro amtevasi jamali name nishche kushishya hato. Te samaye mara dvara kahevaya yavat prarupaya chhata tene e kathanani shraddha adi na karya, a kathanane shraddhadi na karata, biji vakhata pana mari pasethi, potani mele chalyo gayo. Jaine ghana asat bhavone pragata karato yavat te kilbishika devapane utpanna thayo. Sutra– 469. Bhagavan ! Deva kilbishika ketala bhede kahya chhe\? Gautama ! Kilbishika devo trana bhede kahya chhe. Te a rite – trana palyopama sthitika, trana sagaropama sthitika, tera sagaropama sthitika. Bhagavan ! Tripalyopama sthitika kilbishika deva kyam vase chhe\? Gautama ! Jyotishkani upara ane saudharma – ishana kalpani niche, a tripalyopama sthitika kilbishika deva vase chhe. Bhagavan ! Trisagaropama sthitika kilbishika deva kyam vase chhe\? Gautama ! Saudharma – ishana kalpani upara ane sanatkumara mahendra kalpani niche trisagaropama sthitika kilbishika deva vase chhe. Bhagavan ! Tera sagaropama sthitika kilbishika deva kyam vase chhe\? Gautama ! Brahmaloka kalpani upara ane lantaka kalpani niche tera sagaropama sthitika kilbishika deva vase chhe. Bhagavan ! Kya karmona grahanathi kilbishika deva, kilbishika devapanamam utpanna thaya chhe\? Gautama ! Je a jivo acharya, upadhyaya, kula, gana ke samghana pratyaniko hoya chhe. Acharya ane upadhyayano apayasha karanara, avarnavada karanara, akirti karanara, ghana asat bhavonum udbhavana karanara, mithyatvana abhinivesha vade potane – parane – ubhayane vyudgrahita karanara, durbodha karanara, ghana varsho shramanya paryaya paline, te sthanani alochana ane pratikramana karya vina kalamase kala karine koi eka kilbishika devamam kilbishika devapane utpanna thaya chhe. Te a pramane – tri palyopama sthitikomam, tri sagaropama sthitikomam ane tera sagaropama sthitikomam. Bhagavan ! Kilbishika devo, te devalokathi ayuno kshaya thata, bhavano kshaya thata, sthitino kshaya thata chyavine kyam jaya chhe\? Kyam utpanna thaya chhe\? Gautama ! Yavat ketalaka devo. Chara, pamcha bhava nairayika, tiryamchayonika, manushya, devana grahana karine etalo samsara bhatakine tyarapachhi siddha thaya chhe, buddha thaya chhe yavat amta kare chhe. Ketalaka kilbishika anadi – anamta, dirgha margavala chaturamta samsaramam bhatake chhe. Bhagavan ! Shum jamali anagara arasa ahari, virasa ahari, amta ahari, pramta ahari, ruksha ahari, tuchchha ahari ane arasajivi – virasajivi yavat tuchchha jivi, upashamtajivi, prashamtajivi, viviktajivi hato\? Ha, gautama ! Jamali anagara arasahari, virasahari yavat viviktajivi hato. Bhagavan ! Jo jamali anagara arasahari yavat viviktajivi hato, to bhagavan ! Te kalamase kala karine lamtaka kalpamam tera sagaropama sthitika kilbishika devamam kilbishikapane kema upajyo? Gautama ! Te jamali anagara, acharyano pratyanika, upadhyayano pratyanika, acharya ane upadhyayano apayasha karanara yavat avarnavada karanaro hato yavat te mithyabhinivesha dvara potane, anyane ane ubhayane bhramta ane mithyatvi karata hata. Tethi ghana varsho shramanya paryayanum palana karava chhatam ardhamasika samlekhana dvara sharirane krisha karine, trisha bhaktane anashana vade chhedine, pana te papasthanani alochana ane pratikramana na karine kalamase kala karine lamtakakalpe tera sagaropamani sthitivala kilbishika devapane upajyo. Sutra– 470. Bhagavan ! Jamali deva, te devalokathi devana ayuno kshaya karine yavat kyam utpanna thashe\? Gautama ! Chara – pamcha bhava tiryamchayonika, manushya ane devana grahana kari, etalo kala samsara bhamine, tyarapachhi siddha thashe yavat sarva duhkhano amta karashe. Bhagavan ! Apa kaho chho, te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 468–470