Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101249
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-४ स्त्री परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 249 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पासे भिसं निसीयंति अभिक्खणं पोसवत्थं परिहिंति । कायं अहे वि दंसंति ‘बाहु मुद्धट्टु कक्खमणुव्वजे’ ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: તે સ્ત્રીઓ કેવા ઉપાયોથી પુરુષને ઠગે છે અને સાધુ એ ત્યારે શું કરવું તે બતાવે છે – અનુવાદ: સૂત્ર– ૨૪૯. તે સ્ત્રીઓ સાધુની ઘણી નિકટ બેસે છે. કામોત્પાદક વસ્ત્રો ઢીલા કરી ફરી પહેરે છે. શરીરના જંઘા આદિ અધોકાય દેખાડે છે, હાથ ઊંચો કરી કાંખ બતાવે છે. સૂત્ર– ૨૫૦. ક્યારેક તે સ્ત્રીઓ એકાંતમાં શયન, આસન પર બેસવા નિમંત્રણ આપે છે પણ સાધુએ તેને વિવિધ પ્રકારના પાશ – બંધન જાણી, તેનો સ્વીકાર ન કરે. સૂત્ર– ૨૫૧. સાધુ તે સ્ત્રી તરફ દષ્ટિ ન કરે, તેના આ સાહસનું સમર્થન ન કરે, સાથે વિચરણ ન કરે; આ રીતે સાધુનો આત્મા સુરક્ષિત રહે. સૂત્ર– ૨૫૨. સ્ત્રીઓ સાધુને સંકેત કરીને, વાર્તાલાપ દ્વારા વિશ્વાસમાં લઈને ભોગ ભોગવવા સ્વયં નિમંત્રે છે, સાધુ તે શબ્દોને વિવિધ પ્રકારના બંધન સમજે. સૂત્ર સંદર્ભ– ૨૪૯–૨૫૨
Mool Sutra Transliteration : [gatha] pase bhisam nisiyamti abhikkhanam posavattham parihimti. Kayam ahe vi damsamti ‘bahu muddhattu kakkhamanuvvaje’.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Te strio keva upayothi purushane thage chhe ane sadhu e tyare shum karavum te batave chhe – Anuvada: Sutra– 249. Te strio sadhuni ghani nikata bese chhe. Kamotpadaka vastro dhila kari phari pahere chhe. Sharirana jamgha adi adhokaya dekhade chhe, hatha umcho kari kamkha batave chhe. Sutra– 250. Kyareka te strio ekamtamam shayana, asana para besava nimamtrana ape chhe pana sadhue tene vividha prakarana pasha – bamdhana jani, teno svikara na kare. Sutra– 251. Sadhu te stri tarapha dashti na kare, tena a sahasanum samarthana na kare, sathe vicharana na kare; a rite sadhuno atma surakshita rahe. Sutra– 252. Strio sadhune samketa karine, vartalapa dvara vishvasamam laine bhoga bhogavava svayam nimamtre chhe, sadhu te shabdone vividha prakarana bamdhana samaje. Sutra samdarbha– 249–252