Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101232 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા |
Section : | उद्देशक-४ यथावस्थित अर्थ प्ररुपण | Translated Section : | ઉદ્દેશક-૪ યથાવસ્થિત અર્થ પ્રરુપણ |
Sutra Number : | 232 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ‘पाणाइवाए वट्टंता’ ‘मुसावाए असंजया’ । अदिन्नादाणे वट्टंता मेहुणे य परिग्गहे ॥ | ||
Sutra Meaning : | વર્ણન સૂત્ર સંદર્ભ: હવે શાકય આદિ શ્રમણોની મિથ્યા માન્યતામાં રહેલ દોષોને જણાવે છે – અનુવાદ: સૂત્ર– ૨૩૨. સુખથી સુખ મળે એવું માનનારા લોકો જીવહિંસા કરે છે, મૃષાવાદ સેવે છે, અદત્ત વસ્તુ લે છે, મૈથુન સેવે છે અને પરિગ્રહમાં વર્તે છે. આ રીતે તેઓ સાવ પાપમાં પ્રવૃત્ત થઇ સંયમહીન બની જાય છે. સૂત્ર– ૨૩૩. જિનશાસનથી વિમુખ, સ્ત્રીઓને વશવર્તી, અજ્ઞાની, અનાર્ય કર્મ કરનાર, પાર્શ્વસ્થા આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે – સૂત્ર– ૨૩૪. જેમ ગુમડા કે ફોલ્લાને દબાવી તેમાંથી પરુ કાઢી નાંખતા તુરંત જ પીડા દૂર થાય છે. તેમ સમાગમની પ્રાર્થના કરનાર સ્ત્રી સાથે સમાગમમાં શું દોષ છે ? સૂત્ર– ૨૩૫. જેમ ઘેટું – બકરું પાણીને હલાવ્યા વિના પાણી પીને પોતાની તૃષા છીપાવે છે, તેમ સમાગમની પ્રાર્થના કરનારી સ્ત્રી સાથે સમાગમમાં કોઈને પીડા થતી નથી, પોતાની તૃપ્તિ થઈ જાય છે, તો તેમાંશો દોષ છે ? સૂત્ર– ૨૩૬. જેમ કપિંજલ પક્ષિણી પાણીને હલાવ્યા વિના પીએ છે, તેથી જીવને કોઈ કષ્ટ થતું નથી, તેમ સમાગમપ્રાર્થી સ્ત્રી સાથે સમાગમમાં પણ શો દોષ છે ? સૂત્ર સંદર્ભ– ૨૩૨–૨૩૬ | ||
Mool Sutra Transliteration : | [gatha] ‘panaivae vattamta’ ‘musavae asamjaya’. Adinnadane vattamta mehune ya pariggahe. | ||
Sutra Meaning Transliteration : | Varnana sutra samdarbha: Have shakaya adi shramanoni mithya manyatamam rahela doshone janave chhe – Anuvada: Sutra– 232. Sukhathi sukha male evum mananara loko jivahimsa kare chhe, mrishavada seve chhe, adatta vastu le chhe, maithuna seve chhe ane parigrahamam varte chhe. A rite teo sava papamam pravritta thai samyamahina bani jaya chhe. Sutra– 233. Jinashasanathi vimukha, strione vashavarti, ajnyani, anarya karma karanara, parshvastha a pramane prarupana kare chhe ke – Sutra– 234. Jema gumada ke phollane dabavi temamthi paru kadhi namkhata turamta ja pida dura thaya chhe. Tema samagamani prarthana karanara stri sathe samagamamam shum dosha chhe\? Sutra– 235. Jema ghetum – bakarum panine halavya vina pani pine potani trisha chhipave chhe, tema samagamani prarthana karanari stri sathe samagamamam koine pida thati nathi, potani tripti thai jaya chhe, to temamsho dosha chhe\? Sutra– 236. Jema kapimjala pakshini panine halavya vina pie chhe, tethi jivane koi kashta thatum nathi, tema samagamaprarthi stri sathe samagamamam pana sho dosha chhe\? Sutra samdarbha– 232–236 |